SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ છે. સામાન્ય માણસને તેનો એક કરોડમો ભાગ પણ પ્રાપ્ત નથી. એટલા બધા સુખ કરતાં પણ વધારે સુખ એક વર્ષના દીક્ષિત મુનિને મળે છે ! મહાપથ : મહાવીથિ પ્રશ્ન થાય છે કે આ સુખ ક્યાંથી આવ્યું ? દેવતાઓને ઘણી બધી સિદ્ધિઓ પ્રાપ્ત છે, વિશાળ વૈભવ અને સમૃદ્ધિ પ્રાપ્ત છે. પરંતુ એક મુનિ પાસે શું હોય છે ? એની પાસે ન મકાન હોય છે, ન કપડાં હોય છે, ન ખાવાની વ્યવસ્થા હોય છે, ન રહેવાની વ્યવસ્થા હોય છે એમ છતાં આટલું બધું સુખ કયાંથી આવે છે ? પોતાની અંદર એટલું બધું સુખ છે કે દેવતાઓની પાસે પણ નથી. આપણે આગમની આ વાતને, જે અનુભવની વાત છે-કાલ્પનિક માની શકીશું નહિ. એનું વર્ણન મહાવીથિમાંથી મળે છે. શૈવતંત્રનો શબ્દ છે મહાપથ અને આચારાંગનો શબ્દ છે મહાવીથિ. આ મહાવીથિ શું છે ? એનું રહસ્ય શું છે ? અવધૂત, મહાવીથિ વગેરે શબ્દોની પાછળ જે રહસ્ય હતું, તે છૂટી ગયું. માત્ર શબ્દો રહી ગયા, અર્થની ભાવના વિસરાઈ ગઈ. અવધૂત હતા આચાર્ય ભિક્ષુ અવધૂતનું દર્શન સમતાનું દર્શન છે, કુંડલિની શક્તિના જાગરણનું દર્શન છે, સુષુમ્હાના ઉદ્ઘાટનનું દર્શન છે, ચેતનાના ઊર્ધવારોહણનું દર્શન છે. જ્યારે ચેતના ઉપર પહોંચી જાય છે ત્યારે સઘળી પરિસ્થિતિઓ બદલાઈ જાય છે. આ જગતમાં અનેક વિલક્ષણ સંતો થઈ ગયા છે. પ્રશ્ન છે કે સંતોમાં વિલક્ષણતા કેવી રીતે આવે છે ? વિલક્ષણતાનું રહસ્ય શું છે ? એ વિલક્ષણતા આવે છે ક્ષણદર્શનથી, અવધૂત બનવાથી, સંતોનું જીવન ઊલટું હોય છે. આપણે આચાર્ય ભિક્ષુનું જીવન વાંચીએ, એકનાથ અને નામદેવનું જીવન વાંચીએ, કબીરનું જીવન વાંચીએ. એમના જીવનની વાતો અસામાન્ય જ મળે છે. એક વ્યક્તિએ આચાર્ય ભિક્ષુને કહ્યું કે આપનું મુખ જોનાર નરકમાં જાય છે. આચાર્ય ભિક્ષુ આવું સાંભળીને પણ શાંત રહ્યા. તેમણે પૂછ્યું કે તમારું મુખ જોનાર કયાં જાય છે ? પેલી વ્યક્તિએ જવાબ આપ્યો સ્વર્ગમાં. આચાર્ય ભિક્ષુ બોલ્યા- મારા અસ્તિત્વ અને અહિંસા : ૨૪૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005209
Book TitleAstittva ane Ahimsa
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya, Rohit A Shah
PublisherAnekant Bharati Prakashan
Publication Year2000
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy