SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ મોટાઈ, સત્તા અને શરીરની મોટાઈ જ્યાં સુધી રહેશે, ત્યાં સુધી અશાંતિ અને તનાવથી મુક્તિ નહિ મળી શકે. કોઈ સાધુ પણ આ સમસ્યાથી બચી શકતો નથી. પદાર્થની પ્રકૃતિ જ એવી છે કે તે સંઘર્ષનું કારણ બની જાય છે. જો પદાર્થની સાથે મમત્વ જોડાઈ જાય તો તે અધિક ખતરનાક બની જાય છે. આપણે એ સચ્ચાઈનું અનુશીલન કરીએ કે પદાર્થે કઈ વ્યક્તિને મૂચ્છમાં ધકેલી નથી ? એ જ વ્યક્તિ મૂર્છાથી બચી શકે છે કે જે લઘુ બનતી રહે છે. તેથી મહાવીરે કહ્યું કે હળવા બનો, મોટા ન બનો. જીવનના કલ્યાણનું આ મહત્ત્વપૂર્ણ સૂત્ર છે. જે વ્યક્તિએ હળવાપણાનો અનુભવ કર્યો છે, લઘુતાની દિશામાં પ્રસ્થાન કર્યું છે, ખરેખર તે દુઃખો પાર કરી ગઈ છે, એણે કષ્ટોમાંથી મુક્તિનો માર્ગ પસંદ કરી લીધો છે. - અસ્તિત્વ અને અહિંસા , ૨૪૦ – Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005209
Book TitleAstittva ane Ahimsa
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya, Rohit A Shah
PublisherAnekant Bharati Prakashan
Publication Year2000
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy