SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ છે. પ્રથમ તે સહન કરવાનું શરૂ કરે છે અને એક દિવસ સહિષ્ણુતાના શિખર ઉપર તે પહોંચી જાય છે. સાધનાનું પ્રથમ ચરણ આપીડન સાધનાનું પ્રથમ ચરણ છે. તેરાપંથની પરંપરા છે કે જે નવી વ્યક્તિ સાધુ બને છે તેને સૂઈ જવાની જગા પ્રથમ મળે છે, આહાર પ્રથમ મળે છે. અન્ય પણ ઘણી સુવિધાઓ તેને પ્રથમ ઉપલબ્ધ થાય છે. તે એટલા માટે કે એ સહન કરવાનું શીખી જાય, સાધુજીવનમાં આવનારાં કષ્ટો સહન કરવાની ભૂમિકા તૈયાર થઈ જાય. આપીડનની ભૂમિકાને સાધવાના બે ઉપાય છે : શ્રુત અને તપ. જે મુનિ બને છે, તે બાર વર્ષ શ્રુતનું અધ્યયન કરે છે. જ્ઞાન કંઠસ્થ કરવું, સ્વાધ્યાય કરવો વગેરે કાર્યોમાં તે પોતાની શક્તિનું નિયોજન કરે છે. ત્યાર પછી બાર વર્ષ સુધી તેને અર્થનું જ્ઞાન આપવામાં આવે છે. અધ્યયનની સાથે સાથે તેને અનુરૂપ તપસ્યાનો ક્રમ પણ ચાલે છે. અધ્યયન માટે જેટલી તપસ્યા આવશ્યક છે એટલી તપસ્યા તે કરતો રહે છે. તપસ્યાને કારણે અધ્યયનમાં અવરોધ ઊભો ન થાય એનું ધ્યાન અવશ્ય રહેવું જોઈએ. પ્રપીડનની ભૂમિકા ચોવીસ વર્ષની પ્રથમ ભૂમિકામાં સાધક નિષ્પન્ન થઈ જાય છે, પરિપકવ બની જાય છે. બાર વર્ષની બીજી ભૂમિકાનું કાર્ય છે – દેશાટન અને દેશભ્રમણ કરવું, ધર્મ પ્રચાર કરવો, શિષ્યોને દીક્ષિત કરવા, અધ્યાપન કરવું, તપશ્ચર્યાનું આચરણ કરવું વગેરે. પ્રશ્ન ઉદ્ભવી શકે કે આ બધું શા માટે ? સંઘની પરંપરાનો વિચ્છેદ ન થાય, સંઘની પરંપરા બરાબર ચાલે એટલા માટે બાર વર્ષ સુધી સંઘની સેવા કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો. બાર વર્ષનો સમય સંઘને સેવા આપવા માટેનો હોય છે. એ ઋણમોક્ષનો સમય હોય છે. પ્રત્યેક સાધુ-સાધ્વી ઉપર સંઘનું ઋણ હોય છે. જો તે ઋણ ચૂક્વવામાં ન આવે તો સાધુ-સાધ્વી કરજદાર રહી જાય. જેવી રીતે માતૃઋણ, પિતૃઋણ અને ગુરુઋણ હોય છે તેવી જ રીતે સંઘનું પણ ઋણ હોય છે. અધ્યાપન કાર્ય, લોકોને સમજવા, પ્રચાર કરવો વગેરે માટે બાર વર્ષનો મુક્ત સમય નિશ્ચિત કરવામાં આવ્યો. નિષ્પીડનની ભૂમિકા છત્રીસ વર્ષના સાધના કાળમાં મુનિ બે ભૂમિકાઓ- આપીડનની – અસ્તિત્વ અને અહિંસા - ૧૬૯ --- Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005209
Book TitleAstittva ane Ahimsa
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya, Rohit A Shah
PublisherAnekant Bharati Prakashan
Publication Year2000
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy