SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ બનતી જાય છે. દુષ્ટ અને બેવકૂફ કહેનાર વ્યક્તિ મૃત્યુ પામે તો પણ એ ગાંઠ એના મનમાંથી નીકળતી નથી. આ પકડની સમસ્યા છે. અગ્રહી બનો મહાવીરે હ્યું કે અગ્રહી બનો. ગ્રહણશીલ બનવું પણ સારું છે, પરંતુ દરેક બાબતમાં ગ્રહણશીલ બનવું સારું નથી. માણસ એમ વિચારે છે કે દુઃખનું અગ્રહણ કરવું જોઈએ, પરંતુ સુખનું અગ્રહણ શા માટે કરવું ? જો સુખનું ગ્રહણ ન કરીએ તો પછી જગતમાં જીવવાનો અર્થ જ શો રહે ? તે એમ નથી વિચારતો કે જો સુખને પકડવાની આદત પ્રબળ બની જશે તો શું તે એક જ જગાએ કામમાં આવશે ? જે સાધન ઓપરેશન કરવાના કામમાં આવે છે શું તે બીજા કામમાં ન આવી શકે ? બૌદ્ધ ભિક્ષુ બાવળનાં મોટાં મોટાં દાતણ રાખતા હતા. એક દિવસ બે ભિક્ષુઓ વચ્ચે ઝઘડો થઈ ગયો. એમણે એકબીજા ઉપર દાતણનો પ્રયોગ કરી દીધો. એ વાત બુદ્ધ સુધી પહોંચી. બુદ્ધ એક નવું વિધાન બનાવવું પડ્યું – કોઈપણ ભિક્ષુએ એક વેંત કરતાં મોટું દાતણ રાખવું નહિ. દાતણનો નિયમ બનાવી શકાય, પરંતુ હાથ ઉપાડવાનો નિયમ બનાવી નથી શકાતો. હાથ સૌની પાસે હોય છે. તેને નિયમથી શી રીતે બાંધી શકાય ? જ્યારે આપણી આદત ગ્રહણ કરવાની બની જાય છે, ત્યારે ગમે તે ચીજનો ઉપયોગ થઈ શકે છે. આપણે સારી વાતને ગ્રહણ કરીશું તો ખરાબ વાતને પણ રોકી નહિ શકીએ. સુખને ગ્રહણ કરવાની આદત હશે તો દુઃખને ગ્રહણ કરવાની આદત પણ પડી જશે. પ્પણ સાથે જોડાયેલી છે સમસ્યા માનસિક તનાવથી મુક્ત રહેવાનો મહત્ત્વપૂર્ણ ઉપાય છે - અગ્રહણની આદત કેળવવી, અગ્રહણનો અભ્યાસ કરવો. અધ્યાત્મની આ બહુ ઊંચી વાત છે, પરંતુ એનાથી વ્યવહાર નથી ચાલી શકતો. વ્યવહારમાં ગ્રહણ કરવું પડે છે. વ્યક્તિ વિચારે છે કે જે સામે આવે તેને ગ્રહણ ન કરીએ, એવું શી રીતે શક્ય બને ? પરંતુ તે ક્યારેય એ નથી જોતો કે ગ્રહણ કરવામાં કેટલી બધી સમસ્યાઓ છે ! માણસ આંખો વડે જુએ છે અને સામેના પદાર્થને પકડી લે છે. જગતમાં અનેક લોકો છે, સ્ત્રીઓ છે, પદાર્થો છે – જો માણસ એ --––– અસ્તિત્વ અને અહિંસા કે ૧૩૩ – Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005209
Book TitleAstittva ane Ahimsa
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya, Rohit A Shah
PublisherAnekant Bharati Prakashan
Publication Year2000
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy