SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૮ શ્રાવિમળનાથ ચરિત્ર, શાખા જે શીલ છે, તે મુક્તિરૂપી લક્ષ્મીની લીલાવાળું છે, પરંતુ તેનું પાલન કરવું ઘણું મુશ્કેલ છે, કારણકે, તે શીતલ બ્રહ્મચર્યની નવ ગુપ્તિ–વાડ કહેલી છે, ધર્મની ત્રીજી શાખા જે તપ છે, તે આ સંસારના સંતાપરૂપ તડકામાં છાયાદાર વૃક્ષના જેવું છે. પરંતુ તેની અંદર જિવા-ઇદ્રિયને જય કરે સુગમ મામલે નથી, તેથી તે ભવ્ય, તમે સુખથી સેવી શકાય એવી તે ધર્મની ચાથી શાળારૂપ ભાવનાને ધારણ કરે. જેથી કરીને ચાદરની જેમ છેડા વખતમાં જ સિદ્ધિ પ્રાપ્ત થાય. ચઢિાદરની કથા. લંકાના જેવી હરતીપુરી નામે એક નગરી છે. જેમ લંકા સુવર્ણમય હતી, તેમ તે સુવર્ણ–સારા ચારે વર્ગોના લેકેથી વ્યાપ્ત હતી જેમ લંકા યક્ષ, રાક્ષસેથી વ્યાપ્ત હતી, તેમ તે નગરી પુણ્યવંત જાથી ભરપુર હતી જેમ લંકામદેદરી-રાવણની સ્ત્રીના વાસસ્થાનવાળી હતી, તેમ તે મદદરી-કૃશ ઉદરવાળી સ્ત્રીઓના વાસથી યુક્ત હતી. તે નગરીમાં વિશ્વમાં વિખ્યાત રામના જે રામ નામે રાજા હતા. રામ જેમ ક્ષમા પ્રજા–પૃથ્વીની પ્રજાના પતિ હતા તેમ તે ક્ષમા અને પ્રજાને સ્વામી હતો. રામ જેમ ચિત્તાનંદી-ચિત ચૈતન્યભાવને અથવા ચિત્તને આનંદ આપનારા હતા, તેમ તે ચિત્તને આનંદ આપનારે હતો. રામ જેમ કુશળવર્જિત-કુશ તથા લવ નામના પુત્રથી સમૃદ્ધિમાન થયેલા હતા, તેમ તે કુશળતાવડે વૃદ્ધિ પામેલ હતો. તે રાજા ઉત્કૃષ્ટ એવા સંગ્રામની અંદર શત્રુઓમાં+ અજીવ ને જીવવાળા અને સજીવને જીવરહિત કરતે, તે આશ્ચર્યની વાર્તા હતી. તે રાજને જ્યની સેનાની જેમ જયાવળી નામે રાણી હતી. જેમ જ્યની સેના અસરાઓમાં કીડા કરનારી હોય છે, તેમ તે રાણું અપ્સર જલને સવારમાં કીડા કરનારી હતી. જેમાં જય ની સેના ધનવાહન-ઘણાં વાહનેથી યુક્ત હોય છે, તેમ તે રાણી પણ ઘણાં અશ્વાદિ વાહનેથી યુકત હતી અને જેમ જયસેના જયવતી હોય છે, તેમ તે પણ સદા જય પામનારી હતી. એક વખતે તે રાણ જયાવળી કોઈ કામનાને માટે છેડે પરિવાર લઈ પોતાના પતિ વગર કામદેવની પૂજા કરવા માટે વનમાં ગઈ ત્યાં પુપથી કામદેવને પૂજી પિતાના કામસ્વરૂપી સ્વામીનાં દર્શન કરવા ઉત્સુક હૃદયે વેગથી પાછી વળી. તેવામાં માર્ગે ઘણાં બચ્ચાંઓ સાથે લઈ આગળ ફરતી એક કુકી તેને દષ્ટિએ પડી. તેણને જોતાં જ તે + તે રાજાના તાપ-પ્રતાપથી જેમના દેશ–પ્રાણુ ઉડી ગયા હોય અને દીનપણે તેના શરણે આવે છે તેની આણ માને છે, તેને તે અભય આપી ઉધરે છે અને જે અનેરા અભિમાનયુક્ત બની તેનાથી વિમુખતા-વિપક્ષતા-શત્રુતા ધારે છે તેમને પરાભવ કરી તેમને વશમાન-કિર્તિરૂપ પ્રાણરહિત કરે છે અથવા તો તેમને યમના અતિથિ બનાવે છે અર્થાત્ અભિમાની શત્રુઓનું અભિમાન ગાળી નાંખે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005208
Book TitleVimalnath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorGyansagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1929
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy