SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ ३०४ શ્રી આત્મપ્રબંધ ધર્મધ્યાનનું લક્ષણ આ પ્રમાણે છે-ધર્મ એટલે ક્ષમાદિ દશ પ્રકારના ધમ, તેનાથી યુક્ત અથવા તે સંબંધી તે ધર્મયાન કહેવાય છે. તે ધમયાન ચાર પ્રકારનું છે. ૧. આશાવિચય, ૨. અપાયરિચય, ૩. વિપાકવિચય અને ૪. સંસ્થાનવિચય, એવા તેનાં નામ છે. ૧ શ્રીમાન સર્વશ પુરુષની આજ્ઞાનું જે અનુચિંતન, તે આજ્ઞાવિચય નામે ધર્મધ્યાન કહેવાય છે. ૨ રાગ, દ્વેષ અને કષાયને વશવર્તી એવા પ્રાણીઓના સાંસારિક કષ્ટીનું જે ચિતવન તે અપાયરિચય નામે ધમયાન કહેવાય છે. - ૩ જ્ઞાનાવરણાદિક કર્મોના શુભાશુભ વિપાકનું જે ચિતવન કરવું તે વિપાકવિચય નામે ધમયાન કહેવાય છે. ૪ ભૂમંડળ, દીપ અને સમુદ્ર પ્રમુખ વસ્તુના સંસ્થાનાદિકનું જે વિચારવું તે સંસ્થાનવિય નામે ધર્મધ્યાન કહેવાય છે. આ ધર્મયાન જિનોક્ત તત્ત્વ પર શ્રદ્ધા કરવાના શુભ ચિહ્નરૂપ છે અને દેવગતિ આદિ ફળનું સાધક છે. એ દયાનને સંભવ ચોથા અથવા પાંચમા ગુણઠાણુથી આરંભીને સાતમા તથા આઠમા ગુણઠાણું પર્યત છે, એમ જાણવું તેને વિષે પહેલા બે ભેદ ચેાથે ગુણઠાણે અને પહેલેથી ત્રણે ભેદ પાંચમે ગુણઠાણે-એટલે વિશેષ છે. આઠ પ્રકારના કર્મના મલને શેાધે તે શુકુલ કહેવાય છે. તે સંબંધી જે દયાન તે શુકલધ્યાન. તે શુકલધ્યાન ચાર પ્રકારે છે. ૧. પૃથકૃત્વ વિતક સમવિચાર, ૨. એકત્વવિચાર અપ્રવિચાર, ૩. સૂક્ષ્મક્રિયા અપ્રતિપાતિ અને ૪. સમુછિન્નક્રિયા અનિવૃત્તિ, એવા તેનાં નામ છે. ૧ જેને વિષે ભાવકૃતને અનુસરે અંતરંગધ્વનિરૂપ વિતકશ્રત અથથી અર્થાતરમાં, શબ્દથી શબ્દાંતરમાં અને યોગથી ગાંતરમાં સંક્રમે છે. વળી પિતાના શુદ્ધ આત્મદ્રગ્બી દ્રવ્યાન્તરને પામે છે, ગુણથી ગુણોતરને પામે છે અને પર્યાયથી પર્યાયાન્તરને પામે છે. તેને માટે કહ્યું છે કે "श्रुतचिंतावितर्कः स्याद्, विचारः संक्रमो मतः । पृथक्त्वं स्यादनेकत्वं, भवत्येतत् त्रयात्मकम् ॥ १ ॥" જે મૃતની ચિંતા તે વિતક, સંક્રમ તે વિચાર અને પૃથકત્વ તે અનેકપણું એ ત્રણ વસ્તુમય પહેલે પાયે થાય છે. વિતકને માટે આ પ્રમાણે કહેલું છે - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy