SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વિતીય પ્રકાશ ૨૭૩ વિશેષાર્થ : જે શ્રાવક શ્રી જિનેશ્વરે પ્રરૂપેલા યથાસ્થિત જીવાજવાદિ પદાર્થોના જાણનારા હોય. મંડુક શ્રાવકની જેમ યથાર્થ વચનની યુક્તિવડે નિરુત્તર કરવાથી મતાંતરીઓ-કુલિંગીઓને જેમણે પરાભવ કરેલા હોય, જેઓ પોતાના ધર્મના ઉજજવલ માગને વિષે લીન થયેલા એટલે એકાગ્ર ચિત્તવાળા હોય અને જેઓ શુદ્ધ બુદ્ધિના ધારક અને શ્રદ્ધાળુ હોય, તેવા શ્રાવકે જય પામો. ૧. મંડુક શ્રાવકને વૃત્તાંત [પંચમાં વિવાહપ્રજ્ઞપ્તિમાંથી સંક્ષિપ્ત] રાજગૃહી નગરીની સમીપે ગુણશીલ નામે એક ચૈત્ય છે. તે ચૈત્યના સમીપના ભાગમાં કાલદાયી શેવાલદાયી પ્રમુખ ઘણું અન્ય તીથીઓ વસતા હતા. એક વખતે તેઓ બધા એકત્ર થયાં અને તેમની વચ્ચે મહામાંહી વાદવિવાદ થઈ આવ્યું. જે શ્રી મહાવીર સ્વામી ધર્માસ્તિકાયાદિ પાંચ અસ્તિકાયોને પ્રરૂપે છે, તેમાં ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને પગલાસ્તિકાયને અચેતન અને જીવાસ્તિકાયને સચેતન પ્રરૂપે છે. તેમ વલી ધર્મ, અધમ, આકાશ, જીવ-અસ્તિકાને અરૂપી અને પુદગલાસ્તિકાયને રૂપી પ્રરૂપે છે. એ પ્રકારે સચેતન–અચેતનાદિરૂપે કરીને અદશ્યપણું હોવાથી તે શી રીતે મનાય? આ પ્રમાણે તેમને માંહોમાંહી આલાપ–સંલાપ થયો. હવે તે રાજગૃહનગરમાં મંડુક નામે એક શ્રાવક રહેતો હતે. તે મહાન સમૃદ્ધિવાળે, સર્વ લેકમાન્ય, જીવાજીવાદિ પદાર્થોના સ્વરૂપને જાણનાર અને નિરંતર ધર્મકૃત્ય વડે આત્માને ભાવનાર હતો. તે સુખે કરી કાલ નિગમન કરતો હતો. એક વખત શ્રી વીર ભગવાન ગુણશીલ ચેલે આવી સમોસર્યા. પ્રભના આગમનની વાતો સાંભળી તે મંડુક શ્રાવક અત્યંત આનંદથી પ્રભુને વંદના કરવા નીક. જવામાં તે નગરની બાહર નીકલી પિલા અન્યતીથઓની અતિનજીક નહીં તેમ અતિ દૂર નહીં એમ આવ્ય, તેવામાં તે તીર્થીઓની દષ્ટિએ આવ્યો. તત્કાલ તેઓ એકઠા થઈ તેની પાસે આવ્યા અને આ પ્રમાણે બેલ્યા- “હે મંડુક ! તારે ધર્માચાર્ય જે પંચાસ્તિકાયાદિકની પ્રરૂપણ કરે છે, તે શી રીતે મનાય? તેમને શી રીતે જણાય?” મંડુકે કહ્યું -“જે ધર્માસ્તિકાયાદિકને અમે જાણુએ છીએ. જેમ ઘુમાડાથી અગ્નિ જણાય છે, તેમ તેમના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy