SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વિતીય પ્રકાશ ૨૪૫ પાંચમા ચુદ્ધશતક શ્રાવકનું દૃષ્ટાંત. આલબિકાનગરીમાં યુદ્ધશતક નામે એક ગૃહસ્થ રહેતો હતો. તેને બહુલા, નામે સ્ત્રી હતી. તેને દ્રવ્યની સંપત્તિ અને કુલ કામદેવ શ્રાવક પ્રમાણે હતા. વ્રત વગેરે ગ્રહણ કરવાનો પ્રસંગ તેને ત્રીજા શ્રાવકની જેમ બન્યા હતા. વિશેષમાં એટલું કે. પરીક્ષા કરવા આવેલા દેવતાએ તેના પુત્રને ઉપસર્ગ કરતાં તે ક્ષોભ પામ્યો નહીં, ત્યારે કહ્યું કે, “જો તું તારા ધર્મનો ત્યાગ નહીં કરે તો અઢાર કેટી સેનૈયા તારા ઘરમાંથી કાઢી આ નગરીના નિકમાગે ચાટામાં એકદમ વિખેરી નાંખીશ, જેથી આત્ત તથા રોદ્ર સ્થાનમાં પડેલે તું અકાલે મૃત્યુ પામીશ” ઈત્યાદિ પ્રસંગ બનતાં કોલાહલ કર્યો એટલે તેની સ્ત્રી બહુલા આવી તેણે પૂર્વવત્ કર્યું. તે પછી તે શ્રાવક મૃત્યુ પામી સીધમ દેવલેકે અરૂણભવિમાનમાં દેવપણે ઉત્પન્ન થયો. ત્યાંથી ચવી તે મહાવિદેહક્ષેત્રને વિષે સિદ્ધિપદને પામશે, એવી રીતે યુદ્ધશતક શ્રાવકનું દૃષ્ટાંત છે. છઠ્ઠા કડકાલિક શ્રાવકને વૃત્તાંત. કાંપિયનગરને વિષે કંડકાલિક નામે એક ગૃહસ્થ રહેતે હતો. તેને પુષ્પમિત્રા નામે સ્ત્રી હતી. તેની સમૃદ્ધિ અને ગેકલ કામદેવ પ્રમાણે હતા. અને વ્રત ગ્રહણ વગેરેનો વિધિ પણ એજ પ્રમાણે હતો. એક દિવસે તે કંડકલિક શ્રાવક મધ્યરાત્રે પોતાની અશાક વાડીમાં પૃથ્વી પર રહેલી શિલાના પટ ઉપર આવ્યો. ત્યાં આવી પોતાની નામાંકિત મુદ્રા અને ઉત્તરાસંગ વસ્ત્રને રાખી તે ધર્મયાન કરતો રહ્યો હતો. તે વખતે એક દેવ પ્રગટ થઈ તેની મુદ્રા અને વસ્ત્રાદિ ત્યાંથી ઉપાડી આકાશે રહી આ પ્રમાણે બેલ્યો-“અરે શ્રાવક કુંડલિક, ગોશાલેમખલીપુત્રે કહેલા ધમની પ્રજ્ઞપ્તિ સુંદર છે, કારણ કે જેમાં ઉદ્યમાદિક કાંઈ પણ નથી. જીવોનો પુરુષાકાર છતાં પુરૂષાર્થની સિદ્ધિનું પાળવાપણું નથી, તે કારણ માટે સર્વ ભાવ નિયત છે. અને શ્રી વિરપ્રભુની પ્રશક્તિ સારી નથી, કારણકે તેની અંદર ઉદ્યમાદિક વતે છે. તેથી કરી તેમાં સવ ભાવ નિયત છે. તે દેવના આ વચન સાંભળી તે કુંડલિક આ પ્રમાણે -“હે દેવ, જે, એમ હોય તે, તું આ દેવની ઋદ્ધિ ઉદ્યમાદિકથી પાપે કે ઉઘમાદિક વિના ?” દેવ બોલ્યો-“હું આ દેવઋદ્ધિને ઉદ્યમાદિક વિના પામ્યું છું.” કુંડલિકે કહ્યું, “જો તું ઉઘમાદિક વિના દેવઋદ્ધિ પામ્યો છે તે જે જીવને ઉદ્યમાદિક નથી તે સર્વે જીવો દેવપણું કેમ પામ્યા નહીં? અને ઉદ્યમાદિક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy