SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ આ ચન્દ્રપ્રભુસ્વામી જિનાલય, જૈન કાષ્ઠકળાનો એક સર્વોત્તમ નમૂનો છે. મંદિરના બધા જ ખૂણાઓ, પટચિત્રો, કાષ્ઠપૂતળીઓ, થાંભલાઓ વગેરે દશ્યકળાના ઉત્તમ નમૂનાઓ છે. મંદિરમાં પ્રવેશનારને ખ્યાલ પણ ન આવે કે નાની સાંકડી ગલીમાં પ્રવેશીને, મંદિરમાં જઈએ છીએ ત્યાં આટલી ભવ્ય અને ઉત્કૃષ્ટ ચિત્રકળા-કાષ્ઠકળા વિદ્યમાન છે. દૃશ્યકળાના સંદર્ભમાં આ મંદિરને નિહાળવા માટે એને કેટલાક વિભાગમાં વહેંચી શકાય અને એ રીતે એનાં જુદાં-જુદાં રસદાયક પાસાંઓને માણી શકાય. ૧. મંદિરનું સ્થાપત્ય, નક્શી બાંધકામ ૨. મંદિરનું ચિત્રકામ (વિશિષ્ટ રીતે સુશોભિત કરવાની પદ્ધતિ), છત, છત પરનાં ચિત્રો ૩. મંદિરના ચિત્રિત કાઇપટ (શત્રુંજય પટ, ચૌદ ભુવનનો પટ) ૪. મંદિરના ઉપલા માળે ગોખલાઓમાં સચિત્ર પંદર ફલક છે ૫. લાકડામાંથી બનાવેલા નંદીશ્વર દ્વીપની રચના અને સમવસરણ Picpolc મેલાશો પ્રવેશદ્વાર = = = = = - - - પગથિય ભોંયરાની પ્રવેશદ્વાર સીડી પૂજારી નિવાસ ખુલ્લો ચોક પૂજારી નિવાસ શ્રી જ્ઞાન વિમલ સૂરિજીનાં પગલાં પ્રવેશ શ્રી ચંદ્રપ્રભુસ્વામી મંદિરના સ્થાપત્યનો નકશો શ્રાવક શેરીમાં પ્રવેશો ત્યારે અનુભવાય કે આ આખોય મહોલ્લો જૈન-વણિક પરિવારનો હશે. આજુબાજુનાં બીજાં મકાનો પર પણ કાષ્ઠકળાની કોતરણી દેખાય છે. જિન-મંદિર મહોલ્લાની લગભગ મધ્ય ભાગમાં ઊભું થયું છે. સુરક્ષાની રીતે અથવા શત્રુઓના આક્રમણ વખતે, ધર્મના કે મૂર્તિના બચાવ માટે પણ આ પ્રકારની વ્યવસ્થા હોઈ શકે. બહારના પ્રવેશદ્વાર પરથી આ જગ્યા પર કોઈક મંદિર છે એનો ખ્યાલ આવતો નથી. લાકડાના નાના દરવાજામાંથી પ્રવેશીને અંદર આવો ત્યારે ચોક આવે અને પછી જમણી તરફ મુખ્ય મંદિરનું પ્રવેશદ્વાર આવે. મુખ્ય પ્રવેશદ્વારની અંદર નજર કરો ત્યારે જ લાકડાના કાષ્ઠકામથી અલંકૃત રંગમંડપ, છત, નર્તકી, સમવસરણ અને કાષ્ઠપૂતળીઓ આપણને જોવા મળે છે. | મુખ્ય મંદિર આટલું બંધિયાર અને ગીચોગીચ વસ્તી વચ્ચે હોવા છતાં, સૂર્ય-પ્રકાશની સપૂર્ણ હાજરી મળે એ રીતે એની બાંધણી કરવામાં આવી છે. રંગમંડપના પ્રવેશદ્વાર પર નાના કદની બાવીસ કાઠ પૂતળીઓ વાજિંત્રો વગાડી સ્વાગત કરતી જોવા મળે છે. આ કાઠપૂતળીઓમાં વિગતાલેખન અને કોતરણી ઓછાં છે. શક્ય છે કે સૂર્ય કે વરસાદની અસરને કારણે પણ એ નામશેષ થવા આવ્યાં હોય. પરંતુ એનું માળખું જળવાઈ રહ્યું છે. મુખ્ય રંગમંડપની મધ્યમાં ચાર થાંભલા છે. જેના ઉપર જાત-જાતનાં વાદ્યો સાથે કાષ્ઠપૂતળીઓ છે. જૈન કાષ્ઠપટ-ચિત્ર : ૩૫ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005203
Book TitleJain Kashtapat Chitra
Original Sutra AuthorN/A
AuthorVasudev Smart
PublisherOmkarsuri Gyanmandir Surat
Publication Year2002
Total Pages144
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy