SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૬ શ્રી સમેતશિખરજી મહાતીર્થ સાધ્વીજીઓ, ૧,૬૪,૦૦૦શ્રાવકો, ૩,૪૯,૦૦૦શ્રાવિકાઓ વગેરે પરિવાર હતો. પ્રભુએ ૩૦વર્ષગૃહસ્થપણામાં, ૭૦વર્ષ સંયમપર્યાયમાં ગાળી ૧૦૦વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી શ્રી સમેતશિખર મહાતીર્થ ઉપર છેલ્લે એક મહિનાનું અનશન કર્યું. શ્રાવણ સુદી-આઠમના દિવસે શૈલેશીકરણ કરી, બાકી રહેલા ચાર અઘાતિકર્મનો સર્વથા ક્ષય કરી નિર્વાણપદ પ્રાપ્ત કર્યું. ચતુર્વિધ સંઘે તથા દેવ-દેવીઓએ રડતાં હૃદયે પ્રભુનું નિર્વાણ કલ્યાણક ઉજવ્યું. 'આ રીતે ભગવાન પાર્શ્વનાથ પ્રભુના ૧૦માં ભવનું સંક્ષિપ્ત વિવેચન વાંચી ભવ્યાત્માઓ પ્રભુએ પહેલા ભવથી જ મેળવેલાં અવૈરપણાના ગુણને અર્થાત વૈરીને પણ ઉદારદિલે ક્ષમા આપવાના ગુણને પોતાના જીવનમાં અપનાવી કમઠ જેવા ખતરનાક વૈરભાવનો સદંતર ત્યાગ કરી આત્માનું અધઃપતન અટકાવી ઉર્ધ્વગામી બનાવી પરમપદને પ્રાપ્ત કરે એજ મંગલકામના ! ચાલો, ત્યારે હવે ભકત ઉપર રાગ કે દુશ્મન ઉપર દ્વેષ વિનાના ભગવાન પાર્શ્વનાથની નિર્વાણભૂમિ શ્રી સમેત શિખર મહાતીર્થની યાત્રા કરીએ !! - (૩૧) એકત્રીસમી શ્રી પાર્શ્વનાથ ભગવાનની ટક | શ્રી સમેતશિખરજી III, - નાક III III Aવીશ તીર્થક્ટ પ્રહ્માની એક્સીસમી ટફ ત્રેવીસમા તીર્થકર શ્રી પાર્શ્વનાથ ભગવાનની ટૂક આવે છે. જેશ્રી સુવર્ણભદ્ર ટ્રક-શ્રી મેઘાડંબર ટૂકના નામે ઓળખાય છે. શ્રી સમેતશિખરજી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005200
Book TitleBharatna Mukhya Jain Tirtho
Original Sutra AuthorN/A
AuthorMahendrabhai Golwala
PublisherMahavir Shruti Mandal
Publication Year1996
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy