SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૮ શ્રી સમ્મેતશિખરજી મહાતીર્થ છે. તેને આત્માભિમુખ બનાવે છે અને તીર્થનું સાચું માહાત્મ્ય સમજે તો ''તારે એ તીર્થ’’ ની ઉકિતને સાચી ઠેરવે છે. તીર્થનું માહાત્મ્ય વાંચી પછી યાત્રા કરવાથી યાત્રાનો ભાવ અને આનંદ કોઈ અનેરો આવે છે અને એ યાત્રા આત્માને તારનારી બને છે. તીર્થોના કારણે જ જૈન ધર્મ અને જૈન સંસ્કૃતિ આજ સુધી ઝળહળતી રહી છે. આચાર અને વિચારપ્રધાન જૈન સંસ્કૃતિના રક્ષણ અને ટકાવવામાં તથા તીર્થોના રક્ષણમાં આપણા મુનિ ભગવંતો, સાધ્વીઓ તથા જૈન શ્રેષ્ઠીઓનો મહાન ફાળો છે. તેઓ હંમેશાં તેના માટે સદા જાગૃત રહ્યાં છે. આજે આપણી પાસે જે કાંઈ તીર્થો, જ્ઞાનભંડારો કે બીજી અણમોલ વસ્તુઓ પરંપરાગત છે તે બધામાં તેમનો પુરૂષાર્થ અનેહિસ્સો છે. આપણી પાસેનાં વર્તમાન તીર્થો શત્રુંજય, ગિરનાર, સમ્મેતશિખરજી વિગેરે છે તે સર્વેની રક્ષામાં, રાજ્યોના જુલમો અને રાજ્ય પરિવર્તન કાળમાં પણ તેમણે તેમના ત્યાગ, તપ, જ્ઞાન અને કુનેહ દ્વારા તીર્થો સાચવ્યાં છે. તેનો પુરાવો પરમપૂજ્ય હીરસૂરિજી મહારાજ વિગેરે દ્વારા મેળવેલા ફરમાનો પૂરા પાડે છે. તીર્થયાત્રા એ જીવનને સુધારવાની જડીબુટ્ટી છે. જીવનને ઉન્નત બનાવવાનો અદ્ભુત કીમિયો છે. જીવનને શુદ્ધ-નિર્મળ-પવિત્ર બનાવવાનો અનુપમ ઉપાય છે. તેથી જ સર્વ મહાપુરુષોએ તેની અગત્યતા સ્વીકારી છે અને તેને ધાર્મિક પ્રવૃત્તિમાં અગત્યનું સ્થાન આપ્યું છે. પૂજ્ય આચાર્ય ભગવંતોનું તો સ્પષ્ટ ફરમાન છે કે શ્રદ્ધાસંપન્ન વિવેકશીલ ક્રિયાવિભૂષિત શ્રાવકોએ વર્ષમાં એક વાર તો નાના-મોટા કોઈ પણ તીર્થની યાત્રા અવશ્ય ભાવપૂર્વક કરવી જ જોઈએ. તીર્થ એ તરવાનું સાધન છે. જેથી તીર્થયાત્રા કરનારે દાન, શીલ, તપ અને ભાવનાનું યથાશકિત આરાધન કરી લેવું. જૈન ધર્મની આજ્ઞા અનુસાર સાત ક્ષેત્રમાં ધન વાપરવું જોઈએ ઃ (૧) જિન મંદિર (૨) જિન પ્રતિમા (૩) જિનઆગમ (૪) સાધુ (૫) સાધ્વી (૬) શ્રાવક (૭) શ્રાવિકા. આપણા પૂર્વજોએ તીર્થોમાં તથા અન્ય જગ્યાએ આ સાતે ક્ષેત્રમાં પૈસા વાપર્યા છે. જ્યાં જ્યાં જૈનોની વસ્તી હોય ત્યાં અવશ્ય (૧) દેરાસર (૨) ઉપાશ્રય (૩) પાઠશાળા (૪) જ્ઞાનભંડાર (૫) આયંબિલ શાળા (૬) ધર્મશાળા (૭) ભોજનશાળા બનાવવી જ જોઈએ. તીર્થયાત્રામાં કષ્ટ પડે તો હસતે મુખડે સહન કરવું તે પણ તપ છે. અન્ય સ્થાને કરાયેલું પાપ તીર્થ સ્થાનોમાં નાશ પામે છે, જ્યારે તીર્થસ્થાનમાં કરેલું પાપ વજ્રલેપ જેવું બની જાય છે. આ પાપમાંથી છૂટવાનો કોઈ ઉપાય રહેતો નથી. તેનું ફળ અવશ્ય ભોગવવું જ પડે છે. Jain Education International For Private & Personal Use Only . www.jainelibrary.org
SR No.005200
Book TitleBharatna Mukhya Jain Tirtho
Original Sutra AuthorN/A
AuthorMahendrabhai Golwala
PublisherMahavir Shruti Mandal
Publication Year1996
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy