SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ - ઘેટીની પાગ અહીંથી ભાડવાના ડુંગરનાં દર્શન થાય છે, જ્યાં કદી અજિતનાથ ભગવાન તથા શ્રી શાંતિનાથ ભગવાને ચાતુર્માસ કરેલ તથા સિદ્ધવડનાં દર્શન થાય છે. -તળેટી. ગિરિરાજની યાત્રા કરીને પાછા વળતાં ભાતું વાપરવા માટે પાસ આપવામાં આવે છે. ભાતું આપવાની શરૂઆત સંવત ૧૯૧૨ લગભગ થઈ હતી. એક વાર વિમલ સંઘાડાના શ્રી કલ્યાણ વિભળજી મહારાજયાત્રા કરીને પાછા ફરતા હતા, ત્યારે તેઓએ જોયું કે તાપથી તપેલાં અને તરસ્યા થયેલા યાત્રિકો વટવૃક્ષ નીચે બેસી સતીવાવ પાસેની પરબમાંથી પાણી પીતાં હતાં. આ જોઈને એ લાગણીશીલ મુનિવરને થયું કે યાત્રા કરીને થાકેલા યાત્રિકોને કંઇક ભાતું આપવામાં આવે અને તે વાપરીને પછી પાણી પીએ તેવી વ્યવસ્થા થાય તો કેવું સારું. તેઓશ્રીના ઉપદેશથી રાયબાબુ સતાબચંદજી નાહરના દાદાએ તળેટીમાં ભાતું આપવાના પુણ્યકાર્યની તરત શરૂઆત કરી. ભાતામાં શરૂઆતમાં ચણા, પછી સેવ-મમરા, કોક વાર ઢેબરાં-દહીં પણ આપવામાં આવતાં. હાલમાં લાડવા-ગાંઠિયા સાથે લીંબુનું શરબત, ચા-ઉકાળો પણ આપવામાં આવે છે. જેમ જેમ સમય વીતતો જાય છે, તેમ તેમ આ તીર્થસ્થાનમાં ભાતું આપવાનો મહિમા વધતો જાય છે. શરૂઆતમાં સતીવાવની પાસેના ઓટલા ઉપર બેસીને ભાતું વાપરતાં હતાં. આ ઓટલાની પાસે એક વડનું વૃક્ષ હતું તેથી છાંયડો મળી રહેતો. વડનું વૃક્ષ પડી ગયું. આ સ્થાનની પાસે શેઠ લાલભાઈ દલપતભાઈના ધર્મભાવનાશીલ માતુશ્રી ગંગામાએ હજારો રૂપિયા ખર્ચી સંવત ૨૦૧૪માં ભાતાઘરનું પાકું અને મોટું મકાન બંધાવી આપ્યું. ત્યાર પછી સંવત ૨૦૨૬માં આ સ્થાનને પેઢીએ ઘણું મોટું બનાવ્યું. જેથી હવે યાત્રિકો જમીન પર બેસીને ભાતું વાપરવાને બદલે ખુરશી ઉપર બેસીને ટેબલ પર ભાતું વાપરે છે. ઠંડા-ગરમ પીવાના પાણીની પણ સગવડ છે. વિશ્રાંતિ માટે સુંદર સ્થાન બનાવ્યું છે. ભાતાની તિથિ અગાઉથી પેઢીમાં નોંધાવવાથી મળી શકે છે. શ્રી જય તીર્થનો વહીવટ શ્રી શત્રુંજય તીર્થના જીર્ણોદ્ધાર કરાવનાર તથા આ મહાન પ્રાચીન તીર્થનો સુંદર રીતે વહીવટ સંભાળી તીર્થને સાચવી રાખનાર આપણા મહાન પૂર્વજોનો અંતઃકરણપૂર્વક આભાર માની તેઓને પ્રણામ કરીએ. વિ.સં. ૧૨૧૩માં શત્રુંજયનો ચૌદમો ઉદ્ધાર બાહડ મંત્રીએ કરાવ્યો, ત્યારથી જે શહેર ગુજરાતનું પાટનગર હોય તે શહેરનો સંઘ શત્રુંજયનો વહીવટ સંભાળતો હતો. સોલંકી કાળમાં પાટણનો સંઘ, વાઘેલા રાજ્ય શાસનમાં ધોળકાનો સંઘ એટલે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005200
Book TitleBharatna Mukhya Jain Tirtho
Original Sutra AuthorN/A
AuthorMahendrabhai Golwala
PublisherMahavir Shruti Mandal
Publication Year1996
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy