SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નવ ટૂકો દેરી નં. ૮૭૨માં શ્રી શાંતિનાથ ભગવાનના ધાતુનાં ખૂબ પ્રાચીન પ્રતિમાજી છે, જેના ૫૨ "સિદ્ધહેમકુમાર સંવત ૪૦” એમ લખેલ છે. આ રીતે આ ખરતર વસહી – સવા-સોમાની ટૂંકમાં મોટાં દેરાસર ૨૩, નાની દેરીઓ ૨૧૨, પ્રતિમાજી ૯૮૯, ધાતુનાં પ્રતિમાજી ૧૦ તથા પગલાં ૪૨૫૯ છે. પાંચ પાંડવોનું દેશસ૨ ૮૭ ચૌમુખજીની ટૂકની બહાર નીકળતાં પાંચ પાંડવોનું મંદિર આવે છે, માંડવ ગઢના મંત્રી પેથડશાહે બનાવેલ છે. આ મંદિરમાં પાંચ પાંડવો, કુન્તામાતા તથા દ્રૌપદીની મૂર્તિઓ છે. આ મંદિર ઘણું પ્રાચીન છે. પાંડુરાજાના પુત્રો (પાંચ પાંડવો) રાજ્ય કરતા હતા ત્યારે કૌરવોએ પાંડવોને જુગારમાં જોડવા. પાંડવો બધું હાર્યા. સર્વનાશ કરનાર એવા જુગા૨માં દ્રૌપદીને પણ હારી ગયા. દુર્યોધને દુઃખી દ્રૌપદીનું શિયળ લૂંટવા ભરસભામાં તેનાં વસ્ત્રો ખેંચાવ્યાં. પણ શિયળના પ્રતાપે તેનું શિયળ ન લૂંટાયું. પાંડવો વનવાસ ગયા. અંતે પાંડવ-કૌરવનું યુદ્ધ થયું. કૌરવોનો નાશ થયો. પાંડવો રાજ્ય ઉપર આવ્યા. ગિરિરાજનો બારમો ઉદ્ધાર કરાવ્યો. પછી બધાએ હિંસાના પાપથી નિર્લેપ થવા સંયમ અંગીકાર કર્યો, ને અભિગ્રહ કર્યો કે શ્રી નેમિનાથ ભગવાનને વંદન કર્યા પછી આહાર-પાણી કરવાં. આગળ વિહાર લંબાવ્યો ત્યારે સાંભળ્યું કે શ્રી નેમિનાથ ભગવાન નિર્વાણ પામ્યા. આથી શત્રુંજય પર આવી અનશન કર્યું અને આસો સુદ ૧૫ના રોજ વીશ ક્રોડ મુનિ સાથે મોક્ષે ગયા. નિયાણાના પ્રતાપે દ્રૌપદી દેવલોકમાં ગઈ. ત્યાંથી મનુષ્યભવ પામી મોક્ષે જશે. સહાક્ટનું મંદિર સૂરતવાળા શેઠ ખૂબચંદ મયાભાઈ લાલચંદે સંવત ૧૮૬૦ માં બંધાવેલ છે, જેમાં પ્રતિમાજી ૧૦૨૪ સહસ્રકૂટ પથ્થરમાં આવેલી છે. ચૌદ રાજલોક, સમવસરણ તથા સિદ્ધચક્રજીની આરસમાં રચના છે. શ્રી અજિતનાથ ભગવાનના સમયમાં પાંચ મહાવિદેહ ક્ષેત્રના ૩૨x૫=૧૬૦ તથા પાંચ ભરત અને પાંચ ઐરાવત એ દશ ક્ષેત્રમાં ૧-૧ જિન મળી ૧૦ એમ ૧૭૦ તીર્થંકરો ઉત્કૃષ્ટકાળે વિચરતા હતા. આરસમાં ૧૭૦ પ્રતિમાજી કોરેલ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005200
Book TitleBharatna Mukhya Jain Tirtho
Original Sutra AuthorN/A
AuthorMahendrabhai Golwala
PublisherMahavir Shruti Mandal
Publication Year1996
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy