SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ નેવું વર્ષથી પણ જૂની એવી જૈન એક્તા માટે સદૈવ કાર્યરત શ્રી ભારત જૈન મહામંડળના અધ્યક્ષ તરીકે એમણે સમાજની એક્તા માટે ભગીરથ પ્રયત્ન કર્યો. પોતે મુંબઈના શ્રી મહાવીર જૈન વિદ્યાલયમાં અભ્યાસ કર્યો હતો અને તેથી વિદ્યાલયના કન્યા છાત્રાલયના સ્વપ્રને સાકાર કરવા પ્રયત્ન કર્યો અને અમદાવાદમાં મહાવીર જૈન વિદ્યાલયનું સર્વ પ્રથમ કન્યા છાત્રાલય સ્થપાયું. અમદાવાદની સીવીલ હોસ્પીટલમાં હાર્ટના વિભાગ માટે એક કરોડથી વધુ રૂપિયાનું દાન આપ્યું જ્યારે નવસારીમાં મકાનોની તંગીનો અનુભવ કરતા સાધર્મિકો માટે એમણે રાહતના દરે ચાલીસ આવાસ બનાવ્યા. આમ એમની દાનગંગા લગભગ છ કરોડ જેટલી છે. એમના આ શુભકાર્યોમાં એમના પત્ની શ્રીમતી શારદાબહેન મહેતાનો હંમેશા સબળ સાથ મળતો રહ્યો. એમણે દાંપત્ય જીવનના આરંભે શ્રી યુએન.મહેતાની નાદુરસ્ત તબીયતના સમયે વ્યવસાયનું સફળ પણે સુકાન સંભાળ્યું હતું. પોતાના સંતાનોને પૂરતી કેળવણી મળે તે માટે સદાય ચીવટ રાખી હતી. આજે ધર્મકાર્યો અને સામાજિક કાર્યોમાં તેઓ ખભેખભા મીલાવીને કામ કરે છે. એમના આ કાર્યની પાછળ એમના પુત્રો શ્રી સુધીરભાઈ મહેતાઅને શ્રી સમીરભાઈ મહેતાનો પિતા તરફનો અથાગ પ્રેમ જોવા મળે છે. એમના પુત્રી મીનાબહેન અને નયનાબહેન, એમના જમાઈ દીનેશભાઈ મોદી અને દુષ્યતભાઈ શાહ અને એમની પુત્રવધુઓ અનીતાબહેન મહેતા અને સપનાબહેન મહેતાનો પ્રેમભર્યો પરિવાર જોવા મળે છે. આજે રાષ્ટ્ર, સમાજ, કેળવણી અને ધર્મ શ્રી યુ.એન.મહેતા પાસે ઘણી અપેક્ષા રાખે છે. એક સાહસિક ઉદ્યોગપતિ તરીકે શ્રી યુ.એન.મહેતાનું નામ ભારતના ઉદ્યોગ જગતમાં સદાય ચમકતું રહેશે. જીવનમાં એક નહીં બલ્ક અનેક મુશ્કેલીઓનો સામનો કરનાર પુરુષાર્થી વ્યક્તિ તરીકે એમને સહુ કોઈ આદર આપશે અને એમને માનવતાના ઉચ્ચ આદર્શો માટે એમણે કરેલા કાર્યો આવનારી પેઢીને પ્રેરણા આપશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005200
Book TitleBharatna Mukhya Jain Tirtho
Original Sutra AuthorN/A
AuthorMahendrabhai Golwala
PublisherMahavir Shruti Mandal
Publication Year1996
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy