SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ પાખંડ, ઢંગ હઈ ધિક્કારમાજન છે. અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ સાર્વભૌમ મહાતે સાધુજીવનનું સર્વવિરતિ–ચારિત્ર છે. ગુરૂને માપવાને ગજ આ રહે "पंचिंदियसंवरणो तह नवविह बंभचेरगुत्तिधरो । चउबिहकसायमुक्को इअ अट्ठारसगुणेहिं संजुत्तो"॥ "पंचमहव्वयजुत्तो पंचविहायारपालणसमत्थो । पंचसामओ तिगुत्तो छत्तीसगुणो गुरू मज्झ" ॥ અર્ધા–પાંચ ઈન્દ્રિય પર કાબુ ધરાવનાર, નવવિધ બ્રહ્મચર્ય-ગુણિએને ધારણ કરનાર, ચતુર્વિધ કક્ષાના વિદ્યારણમાં ઉઘત, પાંચ મહાવતેથી સમ્પન્ન, પંચવિધ આચારોને પાલક, પાંચ સમિતિઓ અને ત્રણ ગુપ્તિઓથી વિભૂષિત આમ છત્રીસગુણવાળો મારો ગુરૂ છે. આમ મહાન ગુણના અનુશીલનમાં સાધુપદ છે. ચન્દ્ર અને ચન્દન કરતાંય સાધુસંગતિ અધિક શીતળ છે. સાચા સન્ત શાન્તિના પાઠે અને અહિંસાના નાદથી જગને ખરો માર્ગ બતાવે છે. સાધુ એટલે વિશ્વબળ્યું. સાધુજીવન એટલે પપકારમય જીવન. એના વિચારોમાં સર્વભૂતદયા, એનું આચરણ નિર્વિકાર અને એની વાણીમાં આત્મશાન્તિને નાદ હોય છે. આ ગુરૂજીવન છે. કેર વેષ પહેરી લીધાથી ગુરૂ ન થવાય. કેવળ ચોક્કસ જાતના પિશાથી કંઈ સ્ટીમરના કેપ્ટન ન થવાય. અણઘડ ખલાસીની હોડીમાં બેસનાર પ્રવાસી અને એ ખલાસી બન્નેનું મત! મુંડ મુંડાયે તીન ગુણ મિટે શાષકી ખાજ, ખાનેકે લખું મિલે, લક કહે મહારાજ! આવા મહારાજ શું ઉકાળે! સાચો સત્ત જગતને આશીર્વાદરૂપ છે, પણ સાધુતાની લાઈનથી ખસી ગયેલ ખટપટી વેષધારી પાયખાના કરતાં નપાવટ છે. સાધુના લેબાશ પાછળ મહવાસન પિષનાર અને સમાજને ઉધા પાટા બંધાવનાર ઢોંગી ગુરૂઓ સમાજના શ્રાપરૂપ છે. એવા હમેશાં પ્રજાના હિતશત્રુ બનતા આવ્યા છે. બીજાના માલમલીદા પર તાગડધન્ના કરી વઢી મરનારા અને બીજાઓને વઢાવી મારનારા સાધુઓ દુનિયાના ઉતાર છે. એવા શયતાનને ભેળા માણસને ઉઠાં ભણાવી ભેગ, વૈભવ, સત્તા અને અધિકાર ભેગવવામાં “સાધુવેષ' બહુ ફાવતું હોય છે. સાધુવેષની આડ તેઓને ભેળી જનતા આગળ પિતાના સ્વચ્છન્દી રાગ આલાપવામાં અને ધર્મને Jain Education International For Private & Personal use only www.jainelibrary.org
SR No.005199
Book TitleNyayvijayjinu Mumbai Chaturmas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherNyayvijay
Publication Year1932
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy