SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ Jain Education International પરિશિષ્ટ ૧૬ ઉંચા થવા માંડયા સાસસ્થા જે પાતાના સાધુજીવનના આદેશને નહિ સંભાળે, પાતાની જવાબદારીને નહિ સમજે અને પાતાનુ તેજ ગુમાવતી જશે, તે, જાતે દહાડે, આજે દીક્ષા માટે વડોદરા સ્ટેટના જે મુસદ્દો બહાર આવ્યા છે તે પાસ થાય કે ન થાય, પણ તેથીય ઉત્તરાત્તર વધારે અંકુશ દીક્ષા પર મૂકાવામાં માડા વખત આવશે એ ધ્યાનમાં લેવુ જોઇએ. ખાલી ખળભળાટ કરી મૂકવામાં કે અન્દર-અન્દર વૈરવિશષ પાષવામાં જે કાઈ દીક્ષાની સલામતી સમજતુ હોય તે તે ઘેર અન્ધકારમાં છે. આજ લગી કેમ આવે પ્રસંગ ન આળ્યે, અને હવે રાજસત્તાઓના કાન દીક્ષા તરફ એ કદી વિચાયુ ? ખરેખર આપણા ઉન્માદનું એ પરિણામ છે. આપણે આપણી ભૂલ જોવી જોઇએ કે આ સ્થિતિ ઉભી કયાંથી થઈ ? આજે વર્ષોથી વખત વખત દીક્ષાના ભવાડા કેવા ભજવાઈ રહ્યા છે અને નિમાઁદ વત્તન ચલાવી દીક્ષા પાછળ કેટલી ઘેલછા વધારી મૂકી છે એ તરફ કેમ નથી જોવાતુ ? સાધુસ’સ્થાની કલુષિત મનેાદશાનું એ દુષ્પરિણામ છે કે, આજે દીક્ષાની કમબખ્ત સ્થિતિ થઇ રહી છે. સમાજમાં જે આજે ઝઘડાની લ્હાય સળગી રહી છે તેનુ મૂળ કારણ તેમના મત્ત-પ્રમત્ત-ઉન્મત્ત આચરણમાં સમાયું છે. નિઃસન્દેહ, દીક્ષા-પ્રશ્નનનુ ચગ્ય સમાધાન સાધુજીવનની કલુષિત સ્થિતિ ધાવાયા વગર અશકય છે એ ડિડમનાદથી સભળાવી દેવું ઘટે. સૈન્યાસ—દ્રાક્ષા सम्यग्ज्ञानशुभक्रियाविधिमयी सत्यप्रबोधोज्ज्वला क्रोधाहङ्कृतिदम्भलोभद्दननाद्दामप्रयत्न चेतः शोधकरी विवेकचरिता विश्वाङ्गिमैत्रीरता नम्रोदारंगभीरधीरसहना संन्यास दीक्षा मता ॥ अस्मिन्नेव समागते च चरितेऽभ्यासस्य काष्ठां परामात्मा बन्धनतो विमुच्य सकलात् प्राप्नोति पूर्णात्मताम् । एतत् कारणमस्ति, सर्वजगतामादर्शमेनं परं वन्दन्ते धनिनो नृपाः सुमनसश्चाखण्डला भक्तितः ॥ શુભજ્ઞાનક્રિયામય, સત્યના પ્રકાશનથી ઉજ્જવળ, ક્રોધ-માન-માયા-લાભના હનનમાં પ્રચંડ પ્રયત્ન ધરાવતી, ચિત્તનું સશોધન કરતી, વિવેકી આચરણવાળી, જગત્ સાથેના મૈત્રીભાવમાં રિત ભાગવનારી અને નમ્ર-ઉદાર-ગંભીર-ધીર-સહિષ્ણુસ્વરૂપ એવી સન્યાસ-દીક્ષા બતાવવામાં આવી છે. આ વન અભ્યાસની પરાકાષ્ઠા પર પહોંચતાં આત્મા સવ કમ બન્ધોથી મુક્ત થઇ પૂણ સ્થિતિને પ્રાપ્ત થાય છે. આ જ કારણુ છે કે, સવ' જગત્ના આ પરમ આદશ'ને ધનવાના, રાજાઓ અને વિષુધા, દેવતાઓ તથા ઇન્દ્રે ભક્તિભાવથી વન્દન કરે છે. ન્યાયવિનયઃ । For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005199
Book TitleNyayvijayjinu Mumbai Chaturmas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherNyayvijay
Publication Year1932
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy