SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૫ એ ચરિત–ઘટનાઓમાં જૈન સંસ્કૃતિની સ્વાભાવિકતા, વિશિષ્ટતા, સભ્યતા અને ઉદારતાનું સુન્દર ચિત્ર દેરાયલું નજરે પડે છે. પ્રાચીન સૂત્ર-કથાઓમાં “ગન્મપિ ગપુછા”િ_માતાપિતાને પૂછું” એ વસ્તુ જેમ સ્થળે સ્થળે નજરે પડે છે. તેમ “ઘરનોવ્યો ” “નોત્રામgપ” (“વૈવન અવસ્થાને પ્રાપ્ત થયેલ”) એ વાત પણ એટલી જ નજરે પડે છે. સૂત્ર-સિદ્ધાન્તમાં આ બન્ને બાબતના સ્થળે સ્થળે કરાયેલા ઉલેખે મહાન અર્થસૂચક છે. “પ્રભાવ” તે તેમના માતાપિતાને પૂછવા ઉપરાંત રાજાની પણ અનુમતિ (જુઓ, વસુદેવહિંડી, પૃ ૧૬) મેળવે છે. અને પછી દીક્ષા ગ્રહણ કરે છે, “જબૂને શિષ્ય થાય છે. કેટલી વ્યાવહારિકતા ! મડાવીર જેવો મહાન આત્મા, તેના મહાનું પવિત્ર શાસનમાં તેફાની કે ધાંધલી દીક્ષાની કલ્પના પણ કઈ કરી શકે કે નસાડી–ભગાડી, ધીંગાણાં કરી દીક્ષા આપવામાં અને વધારામાં તેના ઉપર “ભાગવતી” ની “મહેર છાપ લગાવવામાં મહાવીરના શાસનની કેટલી વિડમ્બના થાય છે એ કોઈ વિચારશે? મોટી ઉમ્મરે દીક્ષા લેવામાં પણ માતાપિતા, વડીલ કે વાલી આદિની સન્મતિ જરૂર લેવી ઉચિત છે. નાશી–ભાગીને, છાને છાને દીક્ષા લેનારે નાહિમ્મત, કાયર અને માયકાંગલે છે, અને એવી દીક્ષા આપનાર સાધુઓ પણ હુકણ અને નબળા છે. એવી માયકાંગલી દીક્ષા સાધુસંસ્થાને, સમાજ અને દેશને તથા ધર્મને બહુ હાનિકારક છે. બહાદૂર મુમુક્ષુ તે પિતાની સત્યનિષ્ઠાથી માતાપિતા કે વડીલના હદયને પીગળાવી નાખે અને તેમની સમ્મતિ લઈ છડે ચેક દીક્ષાના મેદાનમાં ઉતરે. “શિવકુમાર, જે જબૂસ્વામીનો જીવ છે તે દીક્ષા લેવાને તૈયાર થતાં તેના માતાપિતા તેને રોકે છે. ત્યારે તે ઘરની અન્દરજ સર્વસાવદ્ય નિયમ કરી ભાવયતિ બને છે. માબાપ તેને આગ્રહ કરી જમવા બેસાડે છે, પણ તે જમતે નથી. મન લઈને બેઠા છે. આમ સત્યાગ્રહ કરે છે. આથી તેના માતાપિતા બહુ ઉદ્વેગ પામે છે. પછી તેઓ શિવકુમારના મિત્ર “દુધર્મ” મારફત તેને સમજાવવાનો પ્રયત્ન કરે છે. “દૃઢધર્મ” તેને સમજાવી નિરવઘ આહાર લેવડાવે છે. શિવકુમાર છઠને પારણે આંબેલ કરી છડ કરે છે. એમ તપસ્યા કરતાં બાર વર્ષ વીતી જાય છે. છતાં મેહવશ માતાપિતા તેને દીક્ષા લેવા રજા આપતા નથી. તે પણ માતાપિતાની સમ્મતિ વગર દીક્ષા લેવા નાસભાગ કરતો નથી. પણ ઘરની અન્દરજ સાધુજીવન સાધી, મરીને પાંચમા બ્રહ્મદેવલેકમાં મહાત્ પ્રભાશાલી “ઈન્દ્ર-સામાનિક દેવ થાય છે. [ જુઓ હેમચન્દ્રના પરિશિષ્ટપર્વ” ના પ્રથમ સગના પર્યન્ત ભાગમાં અને વસુદેવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005199
Book TitleNyayvijayjinu Mumbai Chaturmas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherNyayvijay
Publication Year1932
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy