SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ હું જગનો મૂળ ધર્મ છું લેખક ન્યાયવાદ-ન્યાયતીર્થ શ્રી. ન્યાયવિજયજી મહારાજ જગને દરેક માનવી, દરેક પ્રાણી સુખ–શાન્તિ ચાહે છે. સુખશાતિની ઉત્કૃષ્ટ ભાવનામાંથીજ ધર્મભાવનાનું પ્રકાશન થાય છે. દુનિયાના સર્વ ધર્મો સુખ-શાંતિ માટે પિતાનું અસ્તિત્વ બતાવી રહ્ના છે. દરેક ધમ તેની ઉપાસના કરવામાં સુખ-શાન્તિને લાભ થવાનું બતાવે છે. આમ છતાં, આપણે જોઈએ છીએ કે, ધર્મના ઝઘડાઓએ દુનિયાનું વાતાવરણ બહુ ઓછી મૂકયું છે. વિચાર કરવાની બાબત છે કે, સુખ-શાન્તિના ઉદેશે નિકળેલા ધમ-પથથી દુનિયાની સુખ-શાન્તિમાં વધારે થે જોઈએ કે જનતામાં અશાન્ત વાતાવરણ ફેલાવું જોઈએ? એક સંસ્થાને જે ઉદ્દેશ હોય, તે એક સંસ્થાથી જેટલું સધાય, તેના કરતાં તે ઉદ્દેશવાળી અનેક સંસ્થાએથી તે વધારે સધાય એ ખુલ્યું છે. ત્યારે પ્રશ્ન એ થાય છે કે, સુખશાતિને પ્રચાર કરવા નિકળેલા ધર્મના આટ આટલા પંથેથી સુખ-શાતિને બદલે આટલી અશાતિ કેમ? શાતિ-પ્રચારને બદલે આટલે અશાતિ-પ્રચાર કેમ? ઉ તપાસતાં જોઈ શકાશે કે, સુખ-શાન્તિની પવિત્ર ભાવનાને બદલે ધમ-પંથનો પાછળ મજહબી મામલાનું વાતાવરણ વધારે ફેલાયેલું હોય છે. એનુજ એ પરિણામ આવે છે કે, સુખ-શાન્તિને સારો પ્રચાર કરવાનું એક બાજુ રહી જાય છે અને મુખ્યત્વેન મજહબી મહિમા વધારવાને રસ લેવામાં પડી જવાય છે. જે ધર્મોને કેવળ પિતાને સામ્પ્રદાયિક મહિમા વધારવાની જ પડી હોય તે ધર્મોથી જગને ખરી સુખ-શાતિ સાંપડવી અશકય છે. આવી મનેદશાવાળા ધર્મો કે સમ્પ્રદાય જેટલા વધારે સંખ્યામાં હેય તેટલી વધારે, દુનિયાને શાન્તિ નહિ, પણ અશાનિ સાંપડે. એ હવે વાંચનારને સમજવું અઘરૂ નહિ પડે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005199
Book TitleNyayvijayjinu Mumbai Chaturmas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherNyayvijay
Publication Year1932
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy