SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૪ પર બેસવાને આગ્રહ કરે છે. પણ મહાવીરને કયાં રાજ્ય કરવું હતું. તેઓ રાજ્ય લેવા ઈન્કાર કરે છે. જુઓ ! ભાઈ ભાઈને પ્રેમ! એ પછી મહાવીર નન્દીવર્ધન આગળ પિતાની દીક્ષા લેવાની તૈયારી જાહેર કરે છે, ત્યારે નન્દીવર્ધન તેમને નમ્રતાપૂર્વક બે વર્ષ વધુ ગૃહવાસમાં રહેવા આગ્રહ કરે છે. મહાવીર પિતાના જયેષ્ઠ બ્રાતાના કથનને માન્ય રાખે છે. અને એ રીતે જયેષ્ઠ બ્રાતા પ્રત્યે વિનીત ભાવે વર્તવાને દાખલ જગ–સમુખ રજુ કરે છે. મોટાભાઈના આગ્રહથી બે વર્ષ વધુ ઘરમાં કોઈને પણ મહાવીર પોતાની જીવન-ચર્યાને ત્યાગના રૂપમાં ફેરવી નાખે છે. ગૃહસ્થ-ભૂષામાં પણ તેઓ એક પ્રકારે સાધુજીવનની પદ્ધતિએ નિયમબદ્ધ રહે છે. તેમની આ ચર્ચા આપણને વાનપ્રસ્થાશ્રમને ખ્યાલ કરાવે છે. વાનપ્રસ્થાશ્રમ” ચારિત્રના ઉમેદવારે ચારિત્ર ગ્રહણ કરવા પૂર્વે અમુક વખત સુધી ત્યાગ-ધર્મની પ્રેકિટસ કરવી બહુ જરૂરી છે. આ જ દૃષ્ટિબિન્દુ પર અહીં ત્રીજા વાનપ્રસ્થાશ્રમ”ની ઉપયોગિતા જણાય છે. ચારિત્રના-સંન્યાસના ઉમેદવારને લગતું આશ્રમ એ “વાનપ્રસ્થાશ્રમ, અર્થાત્ વાનપ્રસધાશ્રમ' એટલે ચારિત્રગ્રહણ કરવા પૂર્વ ત્યાગધર્મની અભ્યાસ-પદ્ધતિ. આ એક કરી છે. એ રસ્તે પિતાના જીવનને રીતસર કેળવીને પછી ચારિત્ર-મદિરમાં પ્રવેશ કરવો એ બહુ સરસ રીત છે. જો કે મહાવીર જેવાને અગાઉથી કઈ તેવી પ્રેકિટસ કરવાની જરૂર ન હોય. છતાં તેઓ દુનિયાને બે-પાઠ શિખવવા ખાતર સ્વયં પોતાના આચરણથી તે દાખલે રજુ કરે છે. અને એમ કરવું એ જગન્ના-માનવધર્મના એક મહાન અને શ્રેષ્ઠ આદશને અનુરૂપ જ ગણાય. સંન્યાસ. ત્રીશ વર્ષની ઉમ્મરે મહાવીર સંન્યાસ ગ્રહણ કરે છે. તેમના સંન્યાસની ઉગ્રતા સંસારમાં મશહુર છે. તે વખતના તેમના સમકાલીન મહાત્મા “બુદ્ધ જેવા અન્ય તીર્થંકર તપસ્વીઓ પણ તેમની તપશ્ચર્યા પર મુગ્ધ થયા છે. અને તેમને તેમણે “દીઘ તપસ્વી” તરીકે વર્ણવ્યા છે. સત્યની શોધ પાછળ ખાવું-પીવું મૂકી દઈ, મનપણે બાર બાર વર્ષના ઉજાગરા કરનાર અને ઉઘાડે શરીર તથા ઉઘાડે પગે રણવગડાઓમાં તથા વિકટ જંગલમાં એકાકી અવધત વિચરનાર એ વીર પુરુષનું સંન્યસ્ત જીવન કેવું વિકટ હશે! કેવું અદભુત હશે! પ્રચંડ ધારાવાહિની તપશ્ચર્યામાં પ્રાણાન્ત આફતે વચ્ચે પણ વિચલિત ન થતાં અને અગાધ શક્તિ તથા અનન્ત બળ ધરાવવા છતાં, દુષ્ટ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005199
Book TitleNyayvijayjinu Mumbai Chaturmas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherNyayvijay
Publication Year1932
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy