SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૨ આઠમાથી અગ્યારમા સુધીનાં ચાર ગુણસ્થાનમાં પશમિક તથા ક્ષાયિક સિવાય બીજું સમ્યકત્વ જ નથી. એટલે એ ગુણસ્થાનમાં સમ્યકત્વવિષય ક્ષાપશમિકભાવ તે નજ હોય. બાકી ઈન્દ્રિયાદિરૂપ ક્ષાપશમિક ભાવ તે બારમા સુધી છે જ. ઉપરાંત, આઠમા-નવમાશમાં ગુણસ્થાનેનું ચારિત્ર પણ ક્ષાપશમિકભાવમાં ગણાય છે, જ્યારે અગ્યારમામાં તે ઔપશમિક જ ચારિત્ર હોય છે. “ક્ષીણમેહમાં પશમિકભાવ મુદ્દલ ન હોય. એટલે ત્યાં ચાર ભાવ હેય. ઇન્દ્રિયદિરૂપ ક્ષાપશર્મિક ભાવનું અનુસરણ તે પહેલાથી લઈ બારમા સુધી સમગ્ર છઘ0-સંસારમાં છે. છેલ્લાં બે ગુણસ્થાનમાં ક્ષાપશમિક અને પશમિક એ બન્ને ભાવે હેતા નથી. એટલે ત્યાં ત્રણજ ભાવ સમજવા. ગુણસ્થાનેમાં ક્ષાપશમિક ભાવના ભેદ. પ્રથમનાં બે ગુણસ્થાનમાં ક્ષાપશમિકભાવના દશ ભેદે હોય છે-ત્રણ અજ્ઞાન, બે ચક્ષરીક્ષશન અને દાનાદિ લબ્ધિપંચક. મિ ગુણસ્થાનમાં જ્ઞાનત્રય, દશનત્રય, દાનાદિ લબ્ધિ પંચક અને મિશ્રરૂપ સમ્યકત્વ એમ બાર ભેદો લાપશમિક ભાવના ગણાવ્યા છે. મિશ્ર ગુણસ્થાનમાં જ્ઞાનત્રયની માન્યતા મતભેદગ્રસ્ત છે. કેટલાકે અજ્ઞાનત્રયમાં આદિનાં ત્રણે ગુણસ્થાને માને છે. તેમના મતે જ્ઞાનત્રયને બદલે અજ્ઞાનત્રય મિશ્ર ગુણસ્થાનમાં ગણાય. દર્શનત્રયગત અવધિદર્શન પણ કેટલાકોના મતે આદિનાં ત્રણ ગુણસ્થાને માં નથી હોતું. કિન્તુ “સિદ્ધાન્તકાર” અજ્ઞાની ? મિથ્યાષ્ટિમાં પણ તેનો સદ્દભાવ માને છે. ક્ષાપશમિકભાવના ભેદોમાં “મિશ્ર” રૂ૫ સમ્યકત્વ તે મૂકાયું જ નથી. છતાં જ્યારે અમુકના મતે અમુક દૃષ્ટિએ જ્ઞાનત્રય સુદ્ધાં મિશ્ર ગુણસ્થાનમાં માનવામાં આવે છે, તે પછી તેમાં “સમ્યકત્વ” ની ગણત્રી તે આપોઆપ થઈ જ જાય. મિત્ર ગુણસ્થાનમાં જ્ઞાનત્રય માનનારાઓનું એમ કહેવું છે કે યદ્યપિ મિશ્ર ગુણસ્થાનમાં યથાસ્થિત વસ્તુતત્વને નિર્ણય નથી, તથાપિ તેનાં જ્ઞાન અજ્ઞાન જ ન કહેવાય. કેમકે તે, સમ્યજ્ઞાનાશ-મિશ્રિત હોય છે. જે મિશ્ર-દષ્ટિમાં મિથ્યાત્વનું આધિક્ય છે તે અજ્ઞાન-બહુલ અને જે મિશ્રદષ્ટિમાં સમ્યકત્વનું આધિક્ય છે તે સમ્યજ્ઞાન-બહુલ ગણાય. પહેલામાં અજ્ઞાનબાહુલ્ય અને બીજામાં સમ્યગજ્ઞાનબાહુલ્ય સમજવું. એટલા માટે જ્ઞાનશબાહુલ્યની વિવલાએ મિત્રગુણસ્થાનમાં જ્ઞાનત્રય માન્યું છે. - આ મન્તવ્ય ઉપરથી સમજી શકાય છે કે, મિશ્ર ગુણસ્થાનમાં, જ્ઞાનત્રય જેવા પ્રકારનું સમ્યગદષ્ટિમાં હેય છે તેવા પ્રકારનું નથી હોતું. છતાં પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005199
Book TitleNyayvijayjinu Mumbai Chaturmas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherNyayvijay
Publication Year1932
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy