SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ ગતિનામકર્મોદયને આભારી છે. વેદ પુરુષાદિવેદમહનીદયનું પરિણામ છે. મિથ્યાત્વ મિથ્યાત્વમોહની પરિણતિ છે. આ સિવાય દર્શનાવરણસભૂત નિદ્રાદિ પંચક, વેદનીયકમસભૂત સુખ-દુઃખ, મેહનીયજનિત હાસ્યાદિ છે, આયુષ્યકમં મુલ્ય ચાર આયુષ્ય, નામ કમની સર્વ પ્રકૃતિપરમ્પરા અને ગોદયજન્ય ઉચ્ચાનુ ગોત્ર એ બધાએ ઔદયિક ભાવમાં સમજવાનાં છે. એકવીશ સંખ્યા બતાવી છે તે ઉપલક્ષણમાત્ર છે. એટલે એ સિવાય બીજા પણ દયિકમાવામાં લેવાય છે. અથવા એકવીશમાં બાકીનાઓને પણ સમાવેશ કરી શકાય છે. અને તે આ રીત અજ્ઞાન’નું ગ્રહણ કરવાથી નિદ્રાદિ પંચક પણ ખેંચી શકાય છે. કેમકે જ્ઞાન-દર્શનાવરણ અને દર્શનમોહને ઉદય અજ્ઞાનનું કારણ છે. એટલે એ કમેના ઉદયનિત પરિણામ બધાં અજ્ઞાનથી આવી જાય છે. મિથ્યાત્વને પૃથગૂ ઉલ્લેખ કમ–વૃક્ષના મૂલાધાર રૂપે તેને જાહેર કરવા માટે છે. “ગતિ પ્રહણ કરવાથી શેષ નામભેદ અને ગેત્ર, વેદનીય અને આયુષ્ક એઓને પણ સમાવેશ કરી શકાય છે. કેમકે આયુષ્ક, જાત્યાદિ નામ, ગોત્ર અને વેદનીય એમાંથી એકનો પણ અભાવ હોય તે ગતિને સંભવ નથી. કારણ કે એ કર્મો ભવધારણનાં કારણ છે. વેદ ગ્રહણ કરવાથી હાસ્યાદિ છે પણ લઈ શકાય છે. કેમકે તે વેપગ્રહકારક છે. અથવા કષાયના નિર્દેશમાં હાસ્યાદિ નોકવાને સમાવેશ થે સુકર છે. કેમકે નોકષાયે કષાય સહવતી હોય છે. ઔદયિકભાવ ૨૧– - ૧ અજ્ઞાન ૧૦-૧૩ કષાય (૪) અસિદ્ધત્વ ૧૪–૧૭ ગતિ (6) ૩ અસંયમ ૧૮-૨૦ વેદ (૩) ૪-૯ લેડ્યા (૬) ૨૧ મિથ્યાત્વ પરિણામિક ભાવ. આત્મસ્વરૂપ છેવત્વ અને આત્માની વિશેષ સ્થિતિરૂપ ભવ્યત્વ તથા અભવ્યત્વ એમ ત્રણ પરિણામિક ભાવ છે. પરિણામિક ભાવ ૩– ૧ છત્વ ૨ ભવ્યત્વ ૩ અભવ્યત્વ આમ, ઉપર જણાવ્યા પ્રમાણે----- Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005199
Book TitleNyayvijayjinu Mumbai Chaturmas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherNyayvijay
Publication Year1932
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy