SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ વિશેષ વધતી જાય છે. એકદર તમામ સમાજની ભક્તિ-લાગણીમાં બહુ દેરફાર થઈ ગયેલ છે. સુગન્ધ વગરના ૫૫ની કેટલી કદર ! અંગત રોગી યા વ્યક્તિગત મહ ધરાવનારા ભલે અમને શૈતામાવતાર (!) માનતા હોય, એથી શું દહાડો વજે ? મુનિ-ચર્યની વાસ્તવિક સ્થિતિ વિચારતાં અહિંસા, સત્ય અને અપરિ ગ્રહના મહાન આદર્શ ક્યાં અને આજની વધતી જતી અનેકાનેક ઉપાધિએની ધમાલો કયાં? મહાવ્રતધારીઓને તરણી-પાતરાં, કપડાં--કાંબળ, મલમલ- ફલાટોન, ઓઘા-વાઘા અને પુસ્તક પાનાં વગેરેના પેટી-પટારા ભરવાના હૈય? એવા પટારા અને કબાટેના સ્વમાલિકીના સંગ્રહ કરવાના હોય ? આવા પરિગ્રહના પોટલા રાખવાના હોય? નિગ્રંથ-જીવનની ચર્ચાને ખ્યાલ કરતાં અમારામાં પડેલું ગાબડું અમારે નિહાળવું જોઈએ. શ્રમણ-જીવનમાં સ્વાદેન્દ્રિયને થકવવાની કોશિશ ચાલે ત્યાં સતત સરસ માલમલીદાની ગવેષણું ન હોય. એ સંન્યાસી જીવન. તટસ્થ સદુપદેશ આપી આ સમય શુભ જ્ઞાન-ક્રિયામાં જીવવાનું છે. એ કષાય-મનની સાધના છે, ત્યાં પછી રાગ-દ્વેષના બખેડાઓમાં પડવાનું કેવું? અજ્ઞમર સંગમે પુરા સર” જેવાં વચન આગળ કરી અમે અમારા શથિલ્યને બચાવ નથી કરી શકતા. તેવા વચનને તાત્પર્યા એ જ છે કે, જિનકાલિક યુગના શારીરિક સંખનનથી જેટલે દરજ સંયમ-સાધન બની શકતું હતું તેટલે દરજે બનવું આજે શક્ય નથી. પણ આજના કાળમાં બની શકે તેટલી હદે સાધન ન કરાય તા . શ્રમણ-જીવનની ચાખી નબળાઈ જ ગણાય. આપણે આપણી યમ-ભાવનાને ઉપગ કરવામાં લગ્ન હોઈએ તો પદવીઓની પાછળ જે ધમપછાડા થાય છે તે શેના બને ! સદગુણીને તે પદવી ગેધવા નિકળે છે, જ્યારે નિર્ગુણ માણો પદવી પાછળ દોડધામ કરે છે. સદગુણીને સંગ થતાં પદવીનું મહત્વ વધે છે, જયારે નિર્ગુણીને પલે પડવાથી તે વગેવાય છે. ઉમેદવાર ચાહે નિરક્ષર ભટ્ટાચાર્ય હેય, તે પણ ગતાનુગતિક તપ-ક્રિયાની મેહનતે તે પંન્યાસ” થઈ શકે છે. તેવી જ રીતે એકાદ શિષ્યને સહકાર મળતાં અગ્ય હાલતમાં પણ આચાર્ય' પદવીના શિખર સુધી પહોંચી શકાય છે ! કેટલી અભ્યાધુન્ધી ! એક સમય એ હતો કે પદવીનું માન હતું અને પદવીધારી પૂજાતા. પણ આજે તે પદવીઓને રાફડે ફાટ છે અને અધિકાંશ જ્યાં-ત્યાં ટકાના થઈ ફરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005199
Book TitleNyayvijayjinu Mumbai Chaturmas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherNyayvijay
Publication Year1932
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy