SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ ભરવાડણે જુઓ કેવી હઠી-કઠ્ઠી, મજબૂત અને બલવાન હોય છે. એક મુક્કો મારે તે માણસને ધરતી ભેગે કરી છે. ત્યાં સુધી માતાઓમાં શક્તિ નહિ ખીલે, ત્યાં સુધી બલવાન સન્તાનની આશા રાખવી વ્યર્થ છે. આજની કન્યાઓ આવતી કાલની માતા છે. અને નેશનલ બિલ્ડીંગના થાંભલા તેમની પાસેથી પૂરા પડવાની આશા છે. એટલે તેમને પણ બ્રહ્મચર્યકાળમાં વિદ્યાધ્યયનની સાથે સાથે વ્યાયામ અને બલપ્રયોગમાં પ્રવીણ બનાવવાની આવશ્યકતા છે. પ્રાચીન નારીવિભૂતિ. જે કૈકયીએ સમરાંગણમાં દશરથરાજાના રથની ધરી એકાએક ટુટી જતાં પિતાની આંગળીને તે ધરીની જગ્યાએ ગોઠવીને પોતાના સ્વામિનાથને નિરાશામાંથી ઉગારી લીધું હતું, જે સીતા, રાવણ જેવા મદોન્મત્ત રાક્ષસથી પણ જરાય ભયભીત નહોતી થઈ; અને જે દ્રોપદીએ જયદ્રથ રાજાને ધકે મારી નીચે પાડી દીધા હતા, તેમનાં પરાક્રમ કેવાં હશે ! એવી વીરાંગનાઓના પુત્ર મહાન વીર યોદ્ધા નિકળે એમાં શું આશ્ચર્ય ! ઉદરે તે ઉંદરડીમાંથી અને ગુલામે ગુલામડી માંથી પેદા થાય. બહાદૂર નેપોલીયન કહે છે કે મને વીરતાના પાઠ ભણાવનાર મારી માતા છે. જ્યારે જ્યારે કોઈ દેશની ઉન્નતિ થઈ છે, તેમાં આદિ કારણ તરીકે નારી-શક્તિને પ્રભાવ છે. હિન્દુધર્મમાં “ગાર્ગી, ” “ગાંધારી” વગેરે મહાત્મનીઓનાં નામ પ્રખ્યાત છે. જે, યાજ્ઞવલ્કય ઋષિને શાસ્ત્રાર્થમાં હાર ખવરાવે છે તે બાળબ્રહ્મચારિણી “ગાગી ” નું નારીજીવન કેટલું પ્રભાવશાલી હશે? બાંધારી' રાજસભામાં આવી “મહાભારત યુદ્ધ” માંડવું કે કેમ? એ પ્રશ્નની ચર્ચા પ્રસંગે પિલિટિકલ મેટરમાં ભાગ લે છે અને પિતાના પુત્ર દુર્યોધનને યુદ્ધ ન કરવા માટે ઉપદેશ આપે છે. વૃલભદ્ર મહાત્માની બહેને યક્ષા, યક્ષદરા, ભૂતા, ભૂતદિન્ના, એણા, વેણુ અને રેણુ એવી બુદ્ધિશાલિની હતી કે પહેલીને, એક વાર સાંભળતાં, બીજીને બે વાર, ત્રિીજીને ત્રણ વાર, એમ છેલ્લીને સાત વાર સાંભળતાં સંખ્યાબંધ કલાકે યાદ રહી જતા હતા. આજે સ્ત્રીનું સ્થાન કેટલું દીન-હીન છે. તેને તુચ્છ, અજ્ઞાન, દુબળ અને એક પ્રકારનું મશીન” સમજી તેનો જે અવગણના થતી આવી છે તેનું જ એ પરિણામ છે કે “શક્તિમાતાને” કેપ દેશ ઉપર ઉતરી આવ્યું છે, અને દેશની દીન દશા સુધાર્યો સુધરતી નથી. જો કે હાલના રાષ્ટ્રીય યુદ્ધમાં મહિલાઓએ પિતાની શક્તિને સરસ પરિચય દેખાડે છે. અને તેમને ત્યાગ, તેમની સેવા, તેમની હિમ્મત અને તેમની મહેનત દેશની વર્તમાન હિલચાલમાં સુંદર રંગ પૂરી રહ્યાં છે. છતાંય માટે ભાગે અબળાઓ હજુ નિર્બળ હાલતમાં છે અને ખાસ કરીને જ્યાં પડદાને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005199
Book TitleNyayvijayjinu Mumbai Chaturmas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherNyayvijay
Publication Year1932
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy