SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫ ખરેખર બાપા હોટેલમાં શું બન્યું હતું આમેય રાજાજીના ઉત્સવોને કારણે શહેરની મુખ્ય કહેવાય તેવી હૉટેલ બોપાઓમાં જગાની તાણાવાણ જ રહેવું અને માલિકૉર્ન જેવા મુફલિસને તો વાત પૂછવા પણ કોઈ બારણે ઊભો રહેવા ન દે. પરંતુ કોણ જાણે પહેલવહેલો માલિકૉર્ન જ્યારે તે હૉટેલમાં આવ્યો ત્યારે તેની અને તેના ઘોડાની જાણે રાહ જોવામાં આવતી હોય તેમ તેને ભાવપૂર્વક આવકારવામાં આવ્યો. માલિકૉર્નને નવાઈ થઈ, પણ તેનેય લાગ્યા વિના ન રહ્યું કે, જો તે સતી નાની ઓરડી માગશે, તો તેને પાછો જ કાઢવામાં આવશે, એટલે તેણે ઠાવકું મોં રાખીને, જાણે પોતે જાણતો જ હોય તેમ કહ્યું, “આ મકાનનો સારામાં સારો ઓરડો હું લેવાનો છું, એ તમે જાણી જ લીધું હશે.” “હા, હા, તબેલા સાથે.” હૉટેલવાળાએ પણ જાણતો હોય તેમ જરા હસીને કહ્યું. “પરંતુ, એ મોટો ઓરડો હાલ તુરત હું અનામત રાખવાનો છું, અને મારે ખર્ચે એક નાની ઓરડી જ હાલ તુરત લઉં છું. મારા મિત્ર આવશે, ત્યારે તે એ મોટા ઓરડામાં રહેશે અને તેનું ભાડું પણ તે જ ઠરાવશે.” હા, હા, એ જ પ્રમાણે કરવામાં આવશે; મને ખબર છે.” એમ કહી હૉટેલવાળાએ તેની સામે જોઈ આંખ મિચકારી. માલિકૉર્નને લાગ્યું તો ખરું કે, એ હૉટેલવાળી કશીક ગફલતમાં છે; પરંતુ તેણે વધુ પંચાત કર્યા વિના એ પરિસ્થિતિનો લાભ લેવાનું જ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005194
Book TitlePrem Pank
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherParivar Prakashan Sahakari Mandir Ahmedabad
Publication Year1975
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy