SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૬ મહાવીર સ્વામીને અંતિમ ઉપદેશ ક્રિયા એ બન્ને દૃષ્ટિઓને અનુમત એવા સંયમમાં રમણ કરે. [૨૪] - ત્યાર બાદ, ઘણાં વર્ષ સુધી સંયમને પાળી, મુનિ નીચેના ક્રમે આત્માનું દમન કરે. તે ક્રમમાં વધારેમાં વધારે લાંબો ક્રમ ૧૨ વર્ષનો છે; મધ્યમ ક્રમ ૧ વર્ષનો છે; અને ટૂંકામાં ટૂંક છ માસનો છે. [૨૪૮-૯] બાર વર્ષવાળે ક્રમ આ પ્રમાણે છે: પહેલાં ચાર વર્ષમાં ઘી વગેરે વિકારક વસ્તુઓનો ત્યાગ કરે (અને આંબેલ વગેરે તપ કરે); બીજાં ચાર વર્ષ (છ ટંક પછી ખાવું, આઠ ટક પછી ખાવું વગેરે) જુદાં જુદાં તપ કરે. પછી બે વર્ષ એકાંતરે આબેલ કરે : એટલે કે ઉપવાસ કરે (ચાર ટંક છોડે) અને પછી આંબેલ કરે. ત્યાર પછી અધું વર્ષ આઠ ટૂંક છોડવાનું કે બાર ટૂંક છોડવાનું એવું આકરું તપ ન કરે. ત્યાર પછી અર્ધ વર્ષ તેવાં આકરાં તપ ૧. “જીવનના બે વિભાગ છે: એક, સત્યને જેવાને અને બીજે, તે સત્યને પચાવવાનો. જે ભાગ માત્ર સત્યનો વિચાર કરે છે, અર્થાત્ તત્ત્વને સ્પર્શે છે, તે જ્ઞાનદષ્ટિ– જ્ઞાનનય; અને જે ભાગ તત્ત્વાનુભવને પચાવવામાં જ પૂર્ણતા લેખે છે, તે ક્રિયાષ્ટિ -ક્રિયાનય.” ૨. મૂળમાં “સંલેખના” છે. તેને મારણાંતિક સંલેખન પણ કહે છે. શરીર અને કષાયોને ક્ષીણુ કરતા જવા રૂપી તપ – એવો તેનો અર્થ થાય. ૩. આંબેલ એટલે ધી, દૂધ વગેરે રસ વિનાનું અને એક વાર ખાવું, અને ગરમ પાણી પીવું તે. આવશ્યક નિ, ગા. ૧૧૭૫. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005193
Book TitleMahavirswamino Antim Updesh
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy