SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૦ મહાવીરસ્વામીનેા અતિમ ઉપદેશ પ્રકારના મેાહને ત્યાગ કરી, સયધર્મનું અનુશીલન કરવાને અર્થ માતાપિતાની અનુજ્ઞાથી પ્રવ્રજ્યા લીધી અને વ્રત તથા શીલનું પાલન યત્નપૂર્વક કરવા માંડયું. [૧૦-૧] તેણે અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્યાં અને અપરિગ્રહ એ પાંચ મહાવ્રતા ધારણ કર્યાં અને જિને કહેલા ધર્મ અનુસાર સર્વ પાપપ્રવૃત્તિઓના ત્યાગ કરી, તથા બધાં ભૂતા તરફ અનુક ંપાયુક્ત થઈ, ક્ષમાયુક્ત, સયત, બ્રહ્મચારી અને જિતેન્દ્રિય બની વિચરવા માંડયું. [૧૨-૩] પૂજા કે તે મુનિ પેાતાનું બળાબળ જાણી, વખતેાવખત રાષ્ટ્રમાં ધર્માનુસાર વિહાર૧ કરતા. તે વખતે સિંહની પેઠે તે શબ્દાદિના ભયથી ડરતા નહિ; દુઃખકર વચન સાંભળીને અસત્ય કે અસભ્ય ખેલતા નહિ; પ્રિય કે અપ્રિય, નિદા કશાની આકાંક્ષા રાખતા નહિ; દેવ, મનુષ્ય કે પશુએ કરેલા જીવલેણ ઉપદ્રવેશ, સંગ્રામને મેાખરે ઊભેલા ઉત્તમ હાથીની જેમ, ચલિત થયા વિના ક ભય પામ્યા વિના સહન કરતા; ટાઢ-તડકા, ડાંસ-મચ્છર તથા અનેક જાતના રાગેાની વેદના, ઊંહકાર પણ કર્યાં વિના અને પહેલાં પેાતે કરેલાં કર્મોનું ફળ ભાગવા જાય છે એમ માની, સહન કરતે; રાગ, દ્વેષ અને મેાહના ત્યાગ કરી, સતત જાગ્રત રહેતા; ગમે તેવા વિકટ પ્રસંગે પણ મેરુની જેમ અપિત રહી આત્માને વશ રાખતા તથા મનુષ્યેાના અનેક જાતના ૧. સાધુ ચલતા ભલા' એ ન્યાયે એક ઠેકાણે સ્થિર વાસ કરવાની સાધુને મનાઈ છે. તેનું એક ઠેકાણેથી બીજે ઠેકાણે વિચરવું તેને વિહાર’કહે છે. < Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005193
Book TitleMahavirswamino Antim Updesh
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy