SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦ મહાવીરસ્વામીને અંતિમ ઉપદેશ ઉદાયનઃ આ રાજા પણ મહાવીરનો સમકાલીન હતો. કથામાં તેને સિંધુસૌવીર દેશના રાજા તરીકે વીતભયપત્તનમાં રહેતો વર્ણ વ્યા છે. તેની રાણીનું નામ પ્રભાવતી હતું તથા તે ચેટક રાજાની પુત્રી થતી હતી. આ રાજાએ મહાવીર પિતાના નગરમાં આવ્યા ત્યારે તેમની પાસેથી દીક્ષા લીધી હતી, તથા પિતાને પુત્ર પણ રાજ્યલક્ષમીમાં ન બંધાય તે માટે રાજગાદી પોતાના ભાણેજને આપી દીધી હતી. તે ભાણેજે જ, પછી, તે રાજ વિચાર બદલી રાજ્ય પાછું ન લઈ લે તે માટે તે રાજને ઝેર ખવરાવી મારી નાખ્યો હતો. આ રાજાને અવંતીના ચંડપ્રદ્યાત સાથે યુદ્ધ થયું હતું અને તેમાં તે જીત્યો હતો. રાજ મરી ગયા બાદ તેનો પુત્ર રાજ્ય ન મળવાથી ખિન્ન થઈ ચંપામાં પોતાની માસીના પુત્ર કૃણિક પાસે ચાલ્યો ગયો હતો -- એવી હકીક્ત જૈન કથામાં છે. આ કથા બીદોના દિવ્યાવદાન ૩૭માં આવતી રુદ્રાયણની કથાને મળતી આવે છે. તથા વસેના રાજા ઉદાયનની કથાના ઘણા ભાગે આમાં ઉમેરાયેલા દેખાઈ આવે છે. કાશીરાજ: તેનું નામ નંદન હતું તથા તે કાશીના અગ્નિશિખ રાજાને પુત્ર થાય. તે ઉમે બલદેવ ગણાય છે. વિજય: દ્વારિકાવતીના રાજ બ્રહ્મરાજનો પુત્ર અને વાસુદેવ દ્વિપુષ્ટનો માટે ભાઈ. મહાબલ: હસ્તિનાપુરના બલરાજાનો પુત્ર. આ રાજ ૧૩માં તીર્થકર વિમલનાથના વખતમાં થઈ ગયે, એમ જૈન કથામાં જણાવ્યું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005193
Book TitleMahavirswamino Antim Updesh
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy