SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૮ મહાવીર સ્વામીને અંતિમ ઉપદેશ બ્રહ્મચર્યનો ભેદ થઈ જાય છે તેમને ઉન્માદ અને બીજા દીર્ઘકાલિક રોગ પ્રાપ્ત થાય છે; તથા તેઓ કેવળોએ કહેલા ધર્મમાંથી ભ્રષ્ટ થાય છે. તે દશ પ્રસંગે આ પ્રમાણે છે: ૧. ભિક્ષુએ કોઈ પ્રકારના સંસર્ગ વિનાનાં શયન અને આસન વાપરવાં; તથા સ્ત્રી, પશુ અને નપુંસકના સંસર્ગવાળાં શયનાસન ન વાપરવાં. ૨. બ્રહ્મચારીએ માત્ર સ્ત્રીઓને કથા ન કહેવી કે સ્ત્રી સંબંધી કથા ન કરવી. ૩. બ્રહ્મચારીએ સ્ત્રીઓની સાથે એકાસને ન બેસવું. ૪. બ્રહ્મચારીએ સ્ત્રીઓની સુંદર કે આકર્ષક, મનહર કે મનોરમ ઈદ્રિ તરફ જેવું નહિ કે તેમનું ચિંતન ન કરવું. પ. બ્રહ્મચારીએ કોટડા પાછળ રહીને, પડદા પાછળ કે ભીંત પાછળ રહીને, સ્ત્રીઓનું કૂજિત, રુદિત, ગીત, હસિત, સ્વનિત, કંદન કે વિલાપના શબ્દો ન સાંભળવા. ૬. બ્રહ્મચારી નિગ્રંથે પૂર્વે ભગવેલા ભેગે કે કરેલી ક્રીડાએ સંભારવી નહિ. ૭. બ્રહ્મચારીએ રસકસવાળો ઉત્તેજક આહાર ન લેવો. ૮. બ્રહ્મચારીએ પ્રમાણથી વધારે ખાનપાન ન કરવું. ૯. બ્રહ્મચારીએ શરીરની અને કપડાંની ટાપટીપ ન કરવી. ૧. મૂળ “સચને “સદન” એટલે કે ઘર – મુકામ એ અર્થ પણ સમજી લેવાનો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005193
Book TitleMahavirswamino Antim Updesh
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy