SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ઃ હરિકેશ બલ છે; શરીર એ અગ્નિ સળગાવવાનું સાધન છે; તથા કર્મ એ લાકડાં છે. એ પ્રમાણે, ઋષિઓએ વખાણેલે સંયમ, રોગ અને શાંતિરૂપી હોમ હું કરું છું. [૪૪] . બ્રાહ્મણો ઃ તમારું જળાશય કયું ? તમારું શાંતિતીર્થક કયું? કયાં નાહીને તમે પાપ ધુઓ છો? હે યક્ષપૂજિત સાધુ, અમે તે તમારી પાસેથી જાણવા ઈચ્છીએ છીએ. [૪૫] હરિકેશ બલઃ ધર્મ એ મારું જળાશય છે; બ્રહ્મચર્ય એ મારું શાંતિતીર્થ છે. તે નિર્મળ છે અને તેમાં નાહવાથી જરા પણ મેલ રહેતો નથી. તેમાં નાહીને નિર્મળ, વિશુદ્ધ તથા શાંત બની હું દોષનો ત્યાગ કરું છું. એ સ્નાન કુશળ પુરુષોએ શેાધેલું છે, અને એ મહાસ્નાનને જ દ્રષિઓએ વખાણેલું છે. તેમાં સ્નાન કરી, વિમળ અને વિશુદ્ધ થયેલા મહર્ષિએ ઉત્તમ સ્થાનને પામ્યા છે, એમ હું કહું છું. [૪૬-૭] ૧. છાણાંથી જેમ અગ્નિ સળગાવાય છે, તેમ શરીર વડે તપ રૂપી અગ્નિ સળગાવાય છે. ૨. મૂળ : દ્રહ. ૩. નાહવાને વારે તે તીર્થ. ૪. મૂળ : “તેમાં નાહવાથી આત્માની લેણ્યા શુદ્ધ થાય છે.” લેહ્યા માટે જુઓ આગળ પાન ૨૩૮, ટિ- ૧ તથા ટિવ ૨. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005193
Book TitleMahavirswamino Antim Updesh
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy