SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ ખંડ પહેલે. વગેરેના ભય તથા છેવટે નરકના મહા દુઃખે તેનો પણ નાશ થાય છે. જેમ શ્રીપાળ રાજા આ નવપદના આરાધન–સેવન કરવાથી આરોગ્ય, ઋદ્ધિ, સિદ્ધિ, સંપદા અને ઉત્તમ ગતિને પામ્યા તેમ ભવ્યજને તમે પણ પામે. આ પ્રમાણે ગૌતમ ગુરૂના મુખેથી સાંભળી શ્રેણિક રાજાએ પૂછ્યું કે –“હે પ્રભુ! એ પુણ્યાત્મા, પવિત્ર પુરૂષ શ્રીપાળ મહારાજ કોણ હતા? તેમણે કેવી રીતે શ્રીનવપદજી મહારાજના આરાધનથી સુખ, સંપદા, ઉત્તમ ગતિ પ્રાપ્ત કરી તે વિસ્તારથી સંભળાવવા કૃપા કરો.” તે વખતે ઇંદ્રભૂતિ–ગૌતમસ્વામી મહારાજ શ્રેણિક રાજા પ્રમુખને કલ્યાણરૂપ એવું શ્રીપાળ રાજાનું ચરિત્ર કહેવા લાગ્યા. (૩ થી ૭) ઢાળ પહેલી-દેશી લલના દેશ મનહર માલવો, અતિ ઉન્નત અધિકાર લલના; દેશ અવરમાનુ ચિહું દિશે, પરવરિયા પરિવાર લલના. દેશ મનોહર માલ. ૧ તસશિરમુગટ મનોહર, નિરૂપમ નયરી ઉજેણિલલના; લખમી લીલા જેહની, પાર, કલીજે કેણિ! લલના. દેશ૦ ૨ સરગપુરી સરગે ગઈ, આણી જસ આશંક લલના; અલકાપુરી અલગી રહી, જલધિ ઝંપાવી લંક લલના. દેશ૦ ૩ અર્થ –તે સમયમાં પિતાના ગૌરવ અને સંપત્તિથી ઉનત થયેલ બીજા સર્વ દેશથી વધારે સમૃદ્ધિવાન એ માલવ દેશ છે કે જે સર્વ દેશના મધ્યમાં આવેલ છે એટલે કે તેની ચારે બાજુએ આવેલ બીજા દેશે જાણે કે આ માલવ દેશનો પરિવાર હોય તેમ શેભતા હતા. એ ચારે બાજુના દેશે અને તેના નગરે કરતાં વૈભવ, સમૃદ્ધિ, સંપદા, ગૌરવ રસકસ, પવિત્ર તીર્થો અને અનેક ચમત્કારોથી વિશેષ અલંકૃત હતો કે જેથી જેનારને આનંદ ઉપજાવનાર તે દેશ હતે. (૧) જેમ મસ્તકને વિષે મુકુટ શે તેમ તે માલવ દેશના મસ્તકને વિષે મુકુટ સમાન અને જેને કઈ વસ્તુની ઉપમા આપી શકાય નહિ, જેની સરખામણ-બરોબરી–મુકાબલો થઈ શકે નહિ અને તેની લક્ષ્મીની લીલાનો કોઈપણ પાર પામી શકે નહિ-કળી શકે નહિ તેવી તે દેશની ઉજજય નામે નગરી છે. આ ઉજજયણ નગરીની શોભા-રચના જોઈને સ્વર્ગપૂરીએ વિચાર કર્યો કે જે હું અહિં રહીશ તો મારી કઈ ગણત્રી કરશે નહિ, એવી મનમાં શંકા લાવી તે સ્વર્ગમાં જતી રહી. અલકાપુરી નગરી પણ આ ઉજજ્યણ નગરીની રૂદ્ધિ, સિદ્ધિ, મનહરતા જોઈ આ નગરીથી અળગી દૂર જઈ બેઠી અને લંકા નગરી પણ આ ઉજજયણ નગરીને વૈભવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005172
Book TitleShripal Raja no Ras
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherJain Kala Sahitya Prakashan Gruh
Publication Year1960
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy