SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ ખંડ પહેલે. ૩૫ તવ બોલ્યા જ્ઞાની ગુણવંત, મ કર ખેદ સાંભળ વિરતંત; તે તુજ પુત્ર કુષ્ટિયે ગ્રહ્યો, ઉંબરાણો કરી જશ લશે. માલવપતિ પુત્રીયે વર્યો, તસ વિવાહ કુષ્ટિયે કર્યો ઘરણી વયણે તપ આદર્યો, સિદ્ધચક્ર આરાધન કર્યો. ૧૭ તેથી તુજ સુત થયે નિરોગ, પ્રગટયો પુણ્ય તણે સંયોગ; વળી એહથી વધશે લાજ, જીતી ઘણું ભેગવશે રાજ. ૧૮ ગુરુવચને હું આવી આજ, તુમ દીઠે મુજ સરિયાં કાજ; ત્રણે જણ રહે સુખવાસ, લીલ કરે સાતમી આવાસ. ૧૯ સિદ્ધચક્રનો ઉત્તમ રાસ, ભણતાં સુણતાં પૂરે આશ; ઢાલ આઠમી ઈણિ પરે સુણી, વિનય કહે ચિત્ત ધરજો ગુણ. ૨૦અર્થ આવી રીતે આનંદસહ દિવસે ગુજારતાં હતાં અને ધર્મકરણીમાં તલ્લીન રહેતાં હતાં. દરમ્યાન એક દિવસ દંપતી શ્રીજિનેશ્વરદેવનાં દર્શન-ચરણવંદન કરીને પાછાં વળ્યાં. તેવામાં ઉંબરાણાએ પિતાની માતુશ્રીને દિડી, એથી હર્ષ લાવીને તેણે માતાજીના ચરણમાં પ્રણામ કર્યા. એટલામાં મયણાસુંદરી પણ ત્યાં આવી પહોંચી અને પતિને પગે લાગેલા જોઈ પિતાનાં સાસૂજી જાણીને પગે પડી; કેમકે વડીલનો વિનય કરવાથી મેટાઈ પ્રાપ્ત થાય છે. જ્યારે મયણાસુંદરી પગે પડી ત્યારે સાસુએ વહૂને આશિષ આપી અને એકદમ નિરોગતા મળેલી જોતાં નવાઈ પામી માથું ધૂણાવવા લાગી. એ જોઈ કુંવરે કહ્યું “હે માતુશ્રીજી! સાંભળે, મહારે રોગ ગયે, શરીરને રંગ વળે, અને વળી જૈનધર્મનો પ્રસંગ પ્રાપ્ત થયે એ સઘળો પ્રતાપ આ આપની વહૂને જ છે.” આ પ્રમાણે કુંવરનું બોલવું સાંભળી તથા સદ્ગુણી વહૂ અને નિર્મળ શરીરવાળા પોતાના પુત્રને જોઈ માતાને ઘણો જ આનંદ થયે, અને વહૂ પ્રત્યે સાસુ કહેવા લાગી—“હે સુકુલિનિ વધૂ ! બીજાને ચંદ્રમા જેમ દિન દિન ચડતી કળાને થતાં પૂનમને દિવસે સોળ કળાવાળે સંપૂર્ણ થાય, તેમ તે પણ પૂનમની પેઠે તારા પતિને પૂર્ણ કળાવાન કરીને યશ પ્રાપ્ત કર્યો છે.” તે પછી માતાએ વિતક વાત કહેવા માંડી–“હે પુત્ર! મેં કોસંબીનગરની અંદર, વિશેષ વૈદ્યકશાસ્ત્રને ભણેલે એક કુશળ વૈદ્ય છે એવું સાંભળ્યું, તેથી તેને મળવા હું ત્યાં જતી હતી, તે દરમ્યાન માર્ગમાં મને એક જ્ઞાની ગુરૂ મળ્યા, એટલે મેં તે ગુરૂના ચરણમાં નમન કરી પૂછ્યું-“હે ગુરૂરાજ ! મેં કર્મની પીડા બહુ સહન કરી છે! પ્રભુ! મારે એકને એક વ્હાલ પુત્ર છે, છતાં તે પણ નઠારા કર્મના સંગવડે કઢના રોગથી પકડાઈ ગયે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005172
Book TitleShripal Raja no Ras
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherJain Kala Sahitya Prakashan Gruh
Publication Year1960
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy