SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૫ ખંડ ચોથો. મુહપત્તિ ગ્રહણ કરવારૂપ દ્રવ્યલિંગને અનંતવાર અંગિકાર કર્યા, એટલે કે જીવે એવા મુહપત્તિ અપાર વાર ધારણ કરી ને મેરૂ જેવડા મોટા ઢગલા કર્યા અને વિવિધ પ્રકારની વિશેષતાપૂર્વક ક્રિયાઓ પણ કરી, તથાપિ તે યતિષનું કે ક્રિયાનું ફળ પ્રાપ્ત કર્યું નહીં; કેમકે બેબિીજ સમકિત મેળવ્યા વગર જે જે ક્રિયા અને વેશ અંગિકાર કરવામાં આવ્યા છે તે તમામ નિષ્ફળ ગયાં. શુદ્ધ કિયા તો જ્યારે જીવને અદ્ધ પુદ્ગલ પરાવર્તા બાકી રહે છે, ત્યારે અંતમુહૂર્ત પ્રમાણ ફકત સમકિતને સ્પર્શ થાય છે. મતલબ એ જ કે અદ્ધપુદ્ગળ પરાવર્ત બાકી રહે તે વખતે શુદ્ધ ક્રિયાનું ફળ હાથ લાગે છે. તે વારે અંતમુહૂર્ત પ્રમાણ માત્ર સમકિતને ફરસી અર્ધ પુદ્ગલ પરાવર્ત સંસાર કરે તથા જેને સમક્તિ આવીને પાછું જાય નહિ તેને છાસઠ સાગરોપમથી વિશેષ કાળ સંસારમાં રહ્યા પછી તે જીવ મોક્ષે જાય. –૩૧ થી ૩૫ અરિહંત સિદ્ધ તથા ભલા, આચારિજ ને વિઝાય રે; સાધુ નાણુ દંસણ ચરિ, તવ નવપદ મુગતિ ઉપાય રે. ત. સં. ૩૬ એ નવપદ ધ્યાતાં થકાં, પ્રગટે નિજ આતમ રૂપ રે; આતમ દરિસણ જેણે કર્યું, તેણે મેંઘો ભવભય ફૂપ રે. તે સંવે. ૩૭ ક્ષણ અ જે અઘ ટલે, તે ન લેભવની કોડી રે; તપસ્યા કરતાં અતિ ઘણી, નહિં જ્ઞાન તણી છે જેડી રે. નવ સંવેવ ૩૮ આતમજ્ઞાને આતમા, તે સવિ પુગલનો ખેલ રે; ઇંદ્રજાલ કરી લેખ, ન મિલે તિહાં દેઈ મન મેલ રે. નવ સંવે૩૯ જાણે ધ્યાયો આતમા, આવરણ રહિત હોય સિદ્ધ રે; આતમ જ્ઞાન તે દુઃખ હરે, એહિ જ શિવ હેતુ પ્રસિધ્ધ રે. એ સંવે. ૪૦ ચોથે ખડે સાતમી, ઢાલ પૂરણ થઈ તે ખાસ રે; નવપદ મહિમા જે સુણે, તે પામે સુજસ વિલાસ રે. તે સંવે. ૪૧ અર્થ --હવે એનો ઉપાય કહે છે. રાગ દ્વેષ વગેરે અંતરશત્રુને પરાજય કરી તથા ઘનઘાતી કર્મનો નાશ કરી કેવળજ્ઞાન મેળવી જે અરિહંત થયા તેમનું, આઠ કર્મ ક્ષય કરી સિદ્ધ વર્યા તે સિધ્ધ ભગવાનનું, પંચાચારને પાળવે કરી ગ૭ નિર્વાહ કરે તે ભલા આચાર્ય મહારાજનું, અંગે પાંગ ભણે ભણવે ને ઉત્તમ કાર્ય કરે તે મુનિ મહારાજનું, જેના પ્રતાપ વડે વતુ સત્રનું જેવું જોઈએ તેવું પૂર્ણ જ્ઞાન થાય તે જ્ઞાનનું, સમકિત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005172
Book TitleShripal Raja no Ras
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherJain Kala Sahitya Prakashan Gruh
Publication Year1960
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy