SearchBrowseAboutContactDonate
Page Preview
Page 344
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૧ સાત પુદ્ગલ પરાવર્ત પ્રરૂપણા માટે જ છે. येऽन्ये च पुद्गलपरा-वर्ताः सप्तात्र दर्शिताः । ते स्युः प्ररूपणामात्रं न क्वाप्येषां प्रयोजनं ॥ १८७ ।। बादरेषु चतुर्वेषु दर्शितेषु यथाविधि । भवंति सुगमाः सूक्ष्मा इत्येवैषां प्रयोजनं ॥ १८८ ॥ नन्वत्र पुद्गलपरा-वर्तोऽणूनां दशांतरं । तद्रव्यपुद्गलपरा-वर्त एवास्ति नापरे ॥ १८९ ॥ तत्कथं पुद्गलपरा-वर्तशब्दः प्रवर्तते । ક્ષેત્રશાસ્તવિશેષ તૂમદે શ્રુતિઃ |૧૨૦ || परावर्तः पुद्गलानां शब्दव्युत्पत्तिकारणं । प्रवृत्तिहेतुस्त्वनंत-कालचक्र प्रमाणता ।। १९१ ॥ द्वावर्थधर्मी भजतः शब्दसंबंधहेतुतां । शब्दव्युत्पादकः शब्द-प्रवृत्तिजनकोऽपि च ॥ १९२ ॥ यो गच्छति स गौरत्र शब्दव्युत्पत्तिकृद्गतिः । शृंगसास्नादिमत्त्वं तु सार्थे शब्दप्रवृत्तिकृत् ॥ १९३ ॥ વસિત મિથ્યાદિષ્ટ હોય, તે જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અસંખ્યાતી ઉત્સર્પિણી-અવસર્પિણી કાલથી, ક્ષેત્રથી દેશોન અપાઈ પુદ્ગલપરાવત ઈત્યાદિ.” અહીં બીજા જે સાત પુદ્ગલપરાવત બતાવ્યા છે, તે પ્રરૂપણા માત્ર સમજવા. તેનું કાંઈપણ પ્રયોજન નથી. ૧૮૭. ચાર બાદર તો એટલા માટે જ બતાવેલા છે કે તે વિધિપૂર્વક જાણવાથી સૂક્ષ્મપૂગલપરાવર્તનું જ્ઞાન સારી રીતે થાય છે. એ જ તેનું પ્રયોજન છે. ૧૮૮. પ્રશ્ન- અહીં જે પુદ્ગલપરાવર્ત પરમાણુઓનું દશ-દશનું જે અંતર કહેલ છે, તે તો દ્રવ્ય પુદ્ગલપરાવર્તમાં છે, બીજામાં નથી. તો પછી ક્ષેત્રકાલાદિ ભેદમાં પુદ્ગલપરાવર્ત શબ્દ કેમ પ્રવર્તે છે? ૧૮૯-૧૯૦. જવાબ : પુદ્ગલોનો પરાવર્ત એ તો શબ્દોની વ્યુત્પત્તિ માત્ર અર્થ છે; બાકી પ્રવૃત્તિ હેતુ તો અનંત કાલચક્રની પ્રમાણતા છે. ૧૯૧. શબ્દનાં સંબંધને જણાવનારા અર્થમાં બે ધર્મ હોય છે. ૧ શબ્દવ્યુત્પાદક અને ૨ શબ્દપ્રવૃત્તિજનક. ૧૯૨. જે ગમન કરે તેને ગો (વૃષભ) કહેવાય તે શબ્દની વ્યુત્પત્તિકૃત અર્થ છે અને શૃંગ (શીંગડા) તથા ગલકંબલાદિનું હોવું, તે શબ્દનો પ્રવૃત્તિકૃત અર્થ છે. ૧૯૩. . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005158
Book TitleLokprakash Part 05
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherNamaskar Aradhak Trust, Mumbai
Publication Year
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy