SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૪ કાલલોક-સર્ગ ૩૨ पुरे क्षत्रियकुंडाख्ये सिद्धार्थस्य महीपतेः । त्रिशलाया महाराज्याः कुक्षावक्षीणसंपदः ॥ ९६२ ॥ मुक्तो व्यशीत्यहोरात्रा-तिक्रमे नैगमेषिणा । अजायत सुतत्वेन चतुर्विंशो जिनेश्वरः ॥ ९६३ ॥ एवं च - उसह १ ससि २ संति ३ सुव्वय ४ । नेमीसर ५ पास ६. वीर ७ सेसाणं ८ ॥ तेर १ सग २ बार ३ नव ४ नव ५ । दस ६ सगवीसा य ७ तिन्नि ८ भवा ॥ ९६४ ॥ इति समर्थितं । श्रीसमवायांगे कोटिसमवाये 'तित्थकरभवग्गहणातो छठे पोट्टिल्लभवग्गहणे' इति सत्रे श्रीवीरस्य देवानंदागर्भस्थितिस्त्रिशलकुक्ष्यागतिश्चेति भवद्वयं विवक्षितमस्तीति ज्ञेयं. आषाढे धवला षष्ठी चैत्र शुक्ला त्रयोदशी । मार्गस्य दशमी कृष्णा वैशाखे दशमी सिता ॥ ९६५ ॥ ઉત્તમપુરુષો તેવા વંશમાં જન્મે તો નહીં જ. આ પ્રમાણે ઉપયોગ આપીને શત્રે જાણ્યું તેથી તેમણે આજ્ઞા કરવાથી નૈગમેષીદેવે અહીં આવીને ક્ષત્રિયકુંડ ગ્રામમાં સિદ્ધાર્થ રાજાની અક્ષીણ સંપદાવાળી ત્રિશલા મહારાણીની કુક્ષિમાં પ્રભુને વ્યાશી રાત્રી વ્યતીત થયા પછી મૂક્યા અને ત્યાં ચોવીશમા તીર્થકર પુત્રપણે જન્મ્યા. ૯૬૦-૯૬૩. સમકિત પામ્યા પછીના ભવોની ગણત્રીને અંગે કહ્યું છે કે- ‘ઝઋષભદેવ, ચંદ્રપ્રભુ, શાંતિનાથ, મુનિસુવ્રત, નેમીશ્વર, પાર્શ્વ, વીર અને બાકીના ૧૭ પ્રભુના અનુક્રમે તેર-સાત-બાર-નવ-નવ-દશસત્યાવીશ અને ત્રણ-ત્રણ ભવ જાણવા.' ૯૬૪. શ્રીસમવાયાંગના કોટિસમવાયમાં “તીર્થંકરના ભવગ્રહણથી (પાછલા) છઠ્ઠા પોથ્રિલના ભવગ્રહણમાં-એમ કહેવાવડે આ સૂત્રમાં શ્રી વીરપ્રભુની દેવાનંદાગભસ્થિતિ અને ત્રિશલાની કુક્ષિમાં આગતિ એમ બે ભવની જુદી વિવક્ષા કરી છે એમ જાણવું.” અષાઢ સુદ-૬, ચૈત્ર સુદ ૧૩, માગસર વદ-૧૦, વૈશાખ સુદ ૧૦ અને કાર્તક વદ ૦)) - એ (શ્રીસમવાયાંગસૂત્રની છાપેલી ટીકામાં પૃષ્ઠ ૧૦૧/૧ માં કહ્યું છે કે - ભગવાન પોટ્ટિલ નામના રાજપુત્ર થયા. ત્યાં એક કરોડ વર્ષ પ્રવજ્યા પાળી તે એક ભવ, ત્યાંથી દેવ થયા તે બીજો ભવ, ત્યાંથી છત્રાઝનગરીમાં નંદન નામે રાજપુત્ર થયા તે ત્રીજો ભવ, ત્યાંથી એક લાખ વર્ષ સર્વદા માસક્ષપણવડે તપ તપીને દશમા દેવલોકે પુષ્પોત્તરવરવિજયપુંડરીક નામના વિમાનમાં દેવ થયા તે ચોથો ભવ. ત્યાંથી બ્રાહ્મણકુંડ ગામનાં ઋષભદત્ત બાહ્મણની ભાય દેવાનંદાની કુક્ષિમાં ઉત્પન્ન થયા તે પાંચમો ભવ. ત્યાંથી ત્રાશીમે દિવસે ક્ષત્રિયકુંડગ્રામનગરે સિદ્ધાર્થ મહારાજાની ત્રિશલા નામની રાણીની કુક્ષિમાં ઈદ્રના આજ્ઞાકારી હરિનૈગમેષિ નામના દેવે સંહય અને તીર્થંકરપણે જન્મ્યા તે છો. ભવ. એ ભવ ગ્રહણ કર્યા વિના બીજી કોઈ રીતે ભગવંતનું છઠ્ઠા ભવગ્રહણપણું શાસ્ત્રમાં જાણવામાં આવ્યું નથી. આ રીતે જ છઠ્ઠા ભવગ્રહણપણું કહેલું છે. જે ભવના ગ્રહણથી આ છઠ્ઠો ભવ તે ભવ આનાથી પાછળ ગણતાં છઠ્ઠો જ થાય, તેથી તીર્થંકરના ભવગ્રહણથી પાછલે છ પોટ્ટિલના ભવે ક્રોડ વર્ષ ચારિત્ર પાળ્યું એમ કહેવું તે મળતું આવે છે.) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005158
Book TitleLokprakash Part 05
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherNamaskar Aradhak Trust, Mumbai
Publication Year
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy