SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ ते च षोढा पद्मगंधा १ मृगगंधा २ स्तथाऽममाः ३ । सहाश्च ४ तेजस्तलिनः ५ शनैश्चारिण ६ इत्यपि ॥ २९० ॥ इमे जातिवाचकाः शब्दाः संज्ञाशब्दत्वेन रूढाः यथा पूर्वमेकाकारापि मनुष्यजातिस्तृतीयारप्रांते श्री ऋषभदेवेन उग्रभोगराजन्यक्षत्रियभेदैश्चतुर्धा कृता, तथात्राप्येवं षड्विधा सा स्वभावत एवास्तीति जीवाभिगमवृत्तौ जंबूप्र. वृ. च. पंचमांराषष्ठशतकसप्तमोद्देशके तु पद्मसमगंधयः, मृगमदगंधय: ममकाररहिताः, तेजश्च तलं च रूपं येषामस्तीति तेजस्तलिनः, सहिष्णवः समर्था:, शनैर्मंदमुत्सुकत्वाभावाच्चरंतीत्येवंशीला इत्यन्वर्थता व्याख्यातास्तीति । કાલલોક-સર્ગ ૨૯ आयुषः शेषषण्मास्यां बद्धाग्रिमभवायुषः । ते युग्ममेकं स्त्रीपुंस - रूपं प्रसुवते जनाः || २११|| अहोरात्रांस्तदैकोन - पंचाशतममी जना: । रक्षति तावता तौ च स्यातां संप्राप्तयौवनौ ॥ २१२ ॥ एषामेकोनपंचाश-द्दिनावधि च पालने । केचिदेवं पूर्वशास्त्रे व्यवस्थां कोविदा विदुः ॥ २१३ ॥ તે યુગલિકો છ પ્રકારના હોય છે તે આ પ્રમાણે ૧ પદ્મગંધી, ૨ મૃગગંધી, ૩ અમમ ૪ સહા, ૫ તજસ્સેલિન અને ૬ શનૈશ્ચારી (ધીમે ધીમે ચાલનારા.) ૨૧૦. આ બધા જાતિવાચક શબ્દો સંજ્ઞાશબ્દથી રૂઢ છે. જેમ પૂર્વે મનુષ્યરૂપે એકાકારવાળા છતાં પણ ત્રીજા આરાના અંતે શ્રી ઋષભદેવે ઉગ્ર, ભોગ, રાજન્ય અને ક્ષત્રિય ભેદવડે ચાર પ્રકાર પાડ્યા તેમ અહીં પણ છ પ્રકારના તેઓ સ્વભાવથી જ છે એવું શ્રી જીવાભિગમની વૃત્તિમાં અને જંબૂદ્દીપપ્રજ્ઞપ્તિની વૃત્તિમાં કહેલ છે. પંચમાંગ (ભગવતી)ના છઠ્ઠા શતકના સાતમા ઉદ્દેશામાં પદ્મ સમાન ગંધવાળા, મૃગમદ (કસ્તૂરી) સમાન ગંધવાળા, મમકાર વિનાના, તેજવાળું તળ તેમજ રૂપ હોવાથી તેજસ્તલિન, સહિષ્ણુ એટલે સમર્થ અને શનૈઃ એટલે મંદપણે-ઉત્સુકતા રહિતપણે ચાલનારા-આ પ્રમાણે પૂર્વે કહેલા શબ્દોના યથાર્થ અર્થ કહેલા છે. એ યુગલિકો જ્યારે છ માસ આયુષ્ય બાકી રહે ત્યારે આગલા ભવનું આયુષ્ય બાંધે છે અને એક યુગ્મ (સ્ત્રી-પુરુષ)ને જન્મ આપે છે. ૨૧૧, Jain Education International તે વખતે તે યુગલિકો પ્રસવેલા યુગ્મને ૪૯ દિવસ પ્રતિપાલના કરે છે. એટલા દિવસમાં તે યૌવનને પ્રાપ્ત કરી લે છે.૨૧૨. આ પ્રમાણે ૪૯ દિવસની પ્રતિપાલનામાં કેટલાક બુદ્ધિમાનો પૂર્વના શાસ્ત્રમાં આ પ્રમાણે વ્યવસ્થા બતાવે છે.૨૧૩. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005157
Book TitleLokprakash Part 04
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherNamaskar Aradhak Trust, Mumbai
Publication Year
Total Pages564
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy