SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ ૧૦ કાલલોક-સર્ગ ૨૯ चतुष्पदेषु सिंहादिः, अपदेषु कल्पवृक्ष इति । तस्मिन्नवसरे च स्यु-मनुष्या युग्मधर्मिणः । सुरूपाः सुभगा दक्षा न्यक्षलक्षणलक्षिताः ॥१०४॥ स्वर्णकच्छपसंस्थान-मृदुरक्ततलक्रमाः । पुराद्रिमकराब्धींदु-मुख्यरेखांकितांघ्रयः ॥१०५॥ संहतर्जुक्रमवृद्ध-चरणांगुलिमंजुलाः ।। तामोन्नततनुस्निग्ध-सन्नखा गुप्तगुल्फकाः ॥१०६॥ मृदुवृत्तक्रमस्थूल-जंघा निगूढजानवः । हस्तिहस्तोरवो जात्य-तुरंगगुप्तगुह्यकाः ॥१०७॥ जात्याश्ववद्बहिर्मूत्रा-धुपलेपविवर्जिताः । कंठीरवकटीराः स-द्वज्रमध्या झषोदराः ॥१०८॥ स्फुरत्तरंगसुभग-त्रिवलीललितोदराः । निम्नप्रदक्षिणावर्त्त-गंगावर्त्ताभनाभयः ॥१०९॥ मृदुस्निग्धतनुश्याम-रोमराजीविराजिताः ।। मंजुमानोपेतपार्था अनालक्ष्यकरंडकाः ॥११०।। સચિત્ત ત્રણ પ્રકારના – દ્વિપદ, ચતુષ્પદ ને અપદ-દ્વિપદમાં જિનેશ્વર, ચતુષ્પદમાં સિંહાદિ તિર્યંચો અને અપદમાં કલ્પવૃક્ષો સમજવા. તે સમયે-પહેલા આરામાં મનુષ્યો યુગ્મધર્મી હોય છે. તેમાં પુરુષો સુરૂપ, સુભગ, દક્ષ, સમગ્ર લક્ષણોથી યુક્ત, સોનાના કાચબાના સંસ્થાનવાળા, મૃદુ તેમજ રક્ત પગના પંજાવાળા; નગર, પર્વત, મકર, સમુદ્ર અને ચંદ્રમા વિગેરે મુખ્ય રેખાઓથી અંકિત ચરણ (પગ) વાળા; મળેલી, સરલ અને અનુક્રમે વધતી પગની આંગળીઓથી શોભતા; લાલ, ઉન્નત, પાતળા ને સ્નિગ્ધ એવા સુંદર નખવાળા, ગુપ્ત ગુલ્ફ (ઘૂંટી) વાળા કોમલ, ગોળ અને ક્રમશઃ ધૂળ એવી જાંઘવાળા, નિગૂઢ જાનુ (ઢીંચણ)વાળા, હસ્તિની, સુંઢ સમાન ઊરુવાળા, જાતિવંત અશ્વ જેવા ગુપ્ત ગુહ્યસ્થાનવાળા, જાતિવંત અશ્વની જેમ બહાર મૂત્રાદિના લેપ વિનાના, સિંહની જેવી કટીવાળા, વજના જેવા મધ્યભાગવાળા અને મત્સ્યની જેવા ઉદરવાળા, તેમ જ સ્કૂરાયમાન તરંગ જેવી સુંદર ત્રિવલીથી શોભતા ઉદરવાળા; ઊંડી ને પ્રદક્ષિણાવર્ત તેમ જ ગંગાના આવર્ત જેવી નાભિ (ડુંટી) વાળા; કોમળ, સ્નિગ્ધ, પાતળી અને શ્યામ રોમરાજીથી વિરાજિત, મનોહર અને પ્રમાણોપેત પાર્શ્વ (પડખા) વાળા, પાંસળીઓ ન દેખાય તેવી પીઠવાળા, વિસ્તીર્ણ, સુવર્ણની શિલા જેવા અને શ્રીવત્સના લંછનયુક્ત વક્ષસ્થળવાળા; પુષ્ટ પ્રકોષ્ટક (પોંચાવાળા) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005157
Book TitleLokprakash Part 04
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherNamaskar Aradhak Trust, Mumbai
Publication Year
Total Pages564
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy