SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ સર્ગ સંબંધમાં અન્ય ગ્રંથના ઉતારા ૧૯ ૧ पौषश्च हेमन्तः । माघः फाल्गुनश्च शिशिरः । चैत्रो वैशाखश्च वसन्तः । ज्येष्ठामूलीय आषाढश्च પ્રીષ્મ: | બે માસની એક ઋતુ થાય છે. તેમાં શ્રાવણ અને ભાદ્રપદ એ બે માસની વર્ષાઋતુ છે, અશ્વિન અને કાર્તિક માસની શરદૂઋતુ છે, માર્ગશીર્ષ અને પોષ માસની હેમન્તઋતુ છે, માઘ અને ફાલ્યુન માસની શિશિરઋતુ છે, ચૈત્ર અને વૈશાખ માસની વસંતઋતુ છે અને જ્યેષ્ઠ તથા અષાઢ માસની ગ્રીષ્મઋતુ છે. १ शिशिराद्युत्तरायणम् । वर्षादि दक्षिणायनम् । व्ययनः संवत्सरः । पंचसंवत्सरो યુમિતિ | શિશિરાદિ (શિશિર, વસંત અને ગ્રીષ્મ એ ત્રણ) ઋતુ ઉત્તરાયણ છે અને વર્ષાદિ (વર્ષા, શરદૂ અને હેમન્ત એ ત્રણ) ઋતુ દક્ષિણાયન છે. આ બે અયન મળીને એક સંવત્સર (વર્ષ) થાય છે. પાંચ સંવત્સર મળીને એક યુગ થાય છે. दिवसस्य हरत्यर्कः षष्टिभागमृतौ ततः । करोत्येकमहश्छेदं तथैवैकं च चन्द्रमाः ॥१॥ एवमर्धतृतीयानामब्दानामधिमासकम् । ग्रीष्मे जनयतः पूर्वं पंचाब्दान्ते च पश्चिमम् ॥२॥ ૪૨ ૨ ““fશશિર ઘુત્તરીયUP” શિશિર અને વર્ષો વગેરે ઋતુને અયન સાથે જોડવાથી ઋતુઓનો સંબંધ સૂર્યની વિષુવ પરત્વેની દક્ષિણોત્તર ગતિ સાથે જોડાય છે. હાલ દક્ષિણાયન જૂનની ૨૧ મીએ થાય છે અને તે વખતે સામાન્યતઃ વર્ષાનો ખરો સમય સમસ્ત દેશપરત્વે થાય છે. ૨ “તથલૈવં ચમ:' ૨૯ દિનનો ચાન્દ્રમાસ તે સ્થૂલ માન લાગે છે. ૬૨ ચાંદ્રમાસના ૧૮૨૯ દિન એક યુગમાં થાય, વસ્તુતઃ ૧૮૩૦ દિન જોઈએ. એટલે અહિં સ્થળ માન ગણવું? કાલલોકપ્રકાશ સર્ગ-૨૮માં માન ૨૯ દિન છે. નક્ષત્રમાસ ૨૭ દિનનો ગણ્યો છે તે પણ ધૂળમાન લાગે છે. સર્ગ--૨૮માં ૨૭, દિનનો નક્ષત્રમાસ ગણેલ છે. જો ૨૭ દિનમાં ચન્દ્રની આવૃત્તિ પૂરી થાય તો પછીના રાા દિનની ચન્દ્રની ચાલના ભાગ ૧૩૪ લેખે ૩૩૫ ભાગ થાય અને તેટલા ભાગ સૂર્યના ૨ા દિનની ગતિના ગણાય. (કારણ કે એક અમાસે સૂર્યચન્દ્ર સાથે પ્રસ્થાન કર્યું હોય, તે બીજી અમાસે પુનઃ ભેગા થાય.) જો આ જ ગતિ સૂર્યની વાસ્તવિક થાય તો સૂર્યની-રવિમાર્ગની આવૃત્તિ ૩૧૮ ૩૧૯ દિનમાં થઈ જાય, તે ખોટું છે. સૂર્યની આવૃત્તિ ૩૬૫/૩૬૬ દિન આશરેની છે અર્થાત અર્થશાસ્ત્રમાં આપેલા માનમાં અપૂર્ણાંક છોડી દીધેલાં છે એટલે સ્કૂલમાન જેવા જ ગણાય. રચના કાલલોકપ્રકાશને મળતી છે એટલે કાલલોકપ્રકાશની રચનાના માન સ્વીકારવામાં કાંઈ વાંધો નથી લાગતો. જુઓ વધુ ચર્ચા “મલમાસ' ઉપર. ૩ આ શ્લોક અશુદ્ધ છે. અધિ. ૨, અ. ૭૬, p. ૨૫ માં “આષાઢી પર્યવસાન'' વર્ષ ગયું છે અર્થાત્ અષાઢ શુદિ પૂનમે વર્ષનો અન્ત એટલે શ્રાવણ વદિ પ્રતિપદાથી નવા વર્ષનો આરંભ છે. ત્યારથી અઢી વર્ષે પોષ ૧૩૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005157
Book TitleLokprakash Part 04
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherNamaskar Aradhak Trust, Mumbai
Publication Year
Total Pages564
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy