SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ (२३८) लोकप्रकाश । [सर्ग ३ यथाभिहितम् साकारः प्रत्ययः सर्वो विमुक्तः संशयादिना। साकारार्थपरिच्छेदात्प्रमाणं तन्मनीषिणाम् ॥ ९४९ ॥ सामान्यैकगोचरस्य दर्शनस्यात एव च । न प्रामाण्यं संशयादेरप्येवं न प्रमाणता ॥ ९५० ॥ अत एव मतिज्ञाने सम्यक्त्वदलिकान्वितः । योऽवायांशः स प्रमाणं स्यात्पौदलिकसदृशाम् ॥ ९५१ ॥ प्रक्षीणसप्तकानां चावायांश एव केवलः।। प्रमाणमप्रमाणं चावग्रहाद्या अनिर्णयात् ॥ ९५२ ॥ अयं च तत्वार्थवृत्यायभिप्रायः ॥ रत्नावतारिकादौ च मतिज्ञानस्य तद्भेदानां अवग्रहादीनां च सांव्यवहारिकप्रत्यक्षप्रमाणत्वमुक्तम् । तथा च तद्ग्रन्थः-अवग्रहश्च ईहा च अवायश्च धारणा च ताभिः भेदः विशेषः तस्मात् प्रत्येकं इन्द्रियानिन्द्रियनिबन्धनं प्रत्यक्षं चतुर्भेदम् । इति ॥ સાકાર પ્રત્યય સર્વ સંશયરહિત છે, અને સાકાર પદાર્થના પરિચછેદથી બુદ્ધિમાને એને પ્રમાણરૂપ માને છે. અને એને લીધે જ, ફક્ત એક સામાન્યને જ ગેચર એવું દર્શન પ્રમાણરૂપ ગણાતું નથી તેમ સંશય આદિ પણ પ્રમાણરૂપ ગણાતા નથી. એથી જ વળી મતિજ્ઞાનને વિષે સમ્યકત્વના દળવાળે જે અવાયાંશ છે તે પુગલિક નિર્મળ દષ્ટિવાળાઓને પ્રમાણરૂપ છે. વળી જેઓની સર્વે–સાતે પ્રકૃતિએ ક્ષીણ થયેલી છે એઓને કેવળ અવાયાંશ જ પ્રમાણભૂત છે, પણ અવગ્રહ આદિ તે અનિર્ણયને લીધે અપ્રમાણભૂત છે. ૯૪–૯૫૨. આ પ્રમાણેને “તત્વાર્થવૃત્તિ” વગેરેને અભિપ્રાય છે. રત્નાવતારિકા ” માં તે મતિજ્ઞાનને અને એના અવગ્રહ આદિ ભેદને વ્યવહારિક પ્રત્યક્ષ પ્રમાણુ ગણ્યાં છે. એ ગ્રંથમાં કહ્યું છે કે-ઈહા, અવગ્રહ, અવાય અને ધારણ–આ ચારે ભિન્નભિન્ન ભેદ છે તેથી પ્રત્યેક ઇન્દ્રિયના અને અનિન્દ્રિયના કારણરૂપ એવું જે પ્રત્યક્ષપ્રમાણતે ચાર પ્રકારનું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy