SearchBrowseAboutContactDonate
Page Preview
Page 649
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૦૬ ]. ઉપદેશપદ-અનુવાદ રના બેધ અને શક્તિ વગર, તેમ જ ઉપયોગની શરતચૂકથી જે કંઈ હીન કે અધિક કંઈક કેઈક પદમાં રચાયું હોય, તેને ઉતારીને, જેના મનમાં ધર્મની ઈચ્છા છે, તેવા વિદ્વાન આ મારા રચેલા શાસ્ત્રને શુદ્ધ કરે. આ ગ્રન્થ-રચનામાં લેખનની. સંશોધનની અતિસહાય શ્રીરામચંદ્રગણિ નામના શિષ્ય તથા બીજા શિષ્યોએ પણ કરી છે. વળી અત્યંત ઉપયોગવાળા, શુદ્ધિ-અશુદ્ધિના જાણકાર એવા “કેશવ” નામના બ્રાહ્મણ પંડિત આ ગ્રન્થરત્નનું પ્રથમ આદર્શમાં લેખન કરેલ છે. (૯) સૂત્ર સહિત આ સુખસમ્બોધની' નામની વિવૃતિનું પ્રત્યક્ષર અક્ષર-ગણનાથી ગ્રન્થાગ ૧૪૫૦૦, ચૌદ હજાર પાંચસે લૅક-પ્રમાણ સમજવું. ૧૪૪૪ ના કર્તા, યાકિની મહત્તરાના ધર્મપુત્ર, આચાર્ય શ્રીહરિભદ્રસૂરિવિરચિત મૂળ ગ્રન્થ અને પૂજ્ય શ્રીમુનિચંદ્રસૂરિ-વિરચિત “સુખસાધની” વિવૃતિ સહિત ઉપદેશપદ મહાગ્રંથને ગૂર્જરનુવાદ આગદ્ધારક આ. શ્રીઆનંદસાગરસૂરીશ્વરજીના શિષ્ય આ. શ્રીહેમસાગરસૂરિએ પૂર્ણ કર્યો. [ શ્રી આદીશ્વર ધર્મશાળા, પાયધુની, મુંબઈ-૩. સં. ૨૦૨૮ કાર્તિક વદિ ૧૩ મંગળવાર તા. ૧૬-૧૧-૭૧] અનુવાદક-પ્રશસ્તિ સુંદર સૌરાષ્ટ્રદેશે શોભાયમાન સિદ્ધગિરિ-સાંનિધ્યે શત્રુંજયી નદીતીરે જીરાગામ (જીરારોડ)-નિવાસી દેશી દેવચંદ પુરુષોત્તમ અને સદ્ધર્મ–શીલશાલિની ઝમકબેન દેવચંદના અનુક્રમે હીરાચંદ, ધનજીભાઈ તથા અમરચંદ નામના ત્રણ સુપુત્રો અને વિજકેર, સમરત, હીરાબેન અને પ્રભાવતી નામની ચાર પુત્રીઓ હતી. પિતાનાં બાળકોને શહેરમાં વ્યાવહારિક સાથે ધાર્મિક શિક્ષણ મળે અને દેવ-ગુરુને સમાગમ શહેરમાં સહેલાઈથી મળી શકે–તેમ ધારી પિતાજીએ સંવત્ ૧૯૯હ્ના વૈશાખ મહિને સર્વ કુટુંબને સુરતમાં લાવ્યું અને બાળકોને વ્યાવહારિક અને ધાર્મિક શિક્ષણ આપવા સાથે ધાર્મિક સંસ્કાર આપ્યા. ૫૦ પૂ. આગમેદ્ધારક આનંદસાગરસૂરીશ્વરજી મહારાજના સમાગમથી આખું કુટુંબ વિશેષ ધર્માનુરાગી બની ગયું. દરમ્યાન દેવચંદભાઈ અને ઝમકબેન ઉપધાન તપ, નવપદ ઓળી, નિરંતર ગુરુભક્તિ, સુપાત્રદાન, વ્યાખ્યાનશ્રવણ, પૌષધ, પ્રતિકમણાદિ શ્રાવકોચિત સર્વ ધર્મકરણીમાં તત્પર રહેતા હતા. દરમ્યાન સં. ૧૯૮૧ની સાલમાં દેવચંદભાઈને દીક્ષાના મરથ થવાથી ૫૦ પૂછ આગમોદ્વારક સૂરીશ્વરજી પાસે સહકુટુંબ અજીમગંજ, મુશદાબાદ જઈ તેમના શુભ હસ્તે ઘણા જ આડંબર અને ત્યાંના ધનપતિ, ધર્મિષ્ઠ, સાધર્મિક ભક્તિ-પરાયણ, ધર્માનુરાગી બાબુ-શ્રાવકના પૂર્ણ ઉત્સાહ સાથે દીક્ષા અંગીકાર કરી અને મુનિ શ્રીદેવસાગરજી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy