SearchBrowseAboutContactDonate
Page Preview
Page 643
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૦૦ ] ઉપદેશપદ-અનુવાદ કરવાના પરિણામવાળો હું હાથીનું રૂપ કરીને અહિં આવ્યો હતો. સાધર્મિક-વાત્સલ્યથી તે મને પ્રતિબંધ કર્યો. સખત તાડન કર્યું, તે પણ મને બધિલાભના સુંદર કારણ પણે પરિણમ્યું. સનેપાત થયું હોય, તેને કડવા ઉકાળાનાં ઔષધે લાભ માટે થાય છે. સાધર્મિક ઉપર પ્રદેષ કર્યો, તેનું પ્રાયશ્ચિત્ત કરવા માટે હું ગુરુ પાસે જઈને શુદ્ધ તપ અને ચારિત્રનું સેવન કરીશ. માટે આ મારું સર્વ રાજ્ય તું અંગીકાર કર. હું તે હવે શશિવેગ રાજાને ખમાવીને મારું સમીહિત સાધીશ”—એમ બોલતો હતો, તે જ સમયે તેના દૂત દ્વારા તેનો વૃત્તાન્ત જાણીને શશિવેગ તરત જ ત્યાં આવ્યું. સુવેગે ઘણા પ્રકારે તેને ખમાવીને કહ્યું કે-“મારા રાજ્ય ઉપર સર્વથા આને બેસાડજે.” ત્યારે રત્નશિખ અને શશિવેગ એમ બંનેએ સૂરવેગને કહ્યું કે-“હે મહાસત્ત! કુલકમાગતથી આવેલું આ રાજ્ય ભેગવ, જ્યારે પાકટ વય થાય, ત્યારે તપ-ચારિત્ર ધર્મમાં ઉદ્યમ કરજે. કારણ કે-આ ઈન્દ્રિયોને સમુદાય જિત ઘણો આકરો છે, પરિ. બ્રહો અને ઉપસર્ગો સહન કરવા તે પણ મુશ્કેલ છે. પવનથી ઉંચે ઉડતી દવજા-સમાને ચંચળ એવી મનવૃત્તિ સ્થિર કરવી કઠણ છે, વ્રત લીધા પછી વ્રતને ભંગ થાય, તે મહાઅનર્થનું કારણ છે. આ પ્રમાણે કહેવા છતાં પણ મહાવૈરાગ્ય પામેલો હોવાથી સુવેગ સુગુરુની પાસે ગયે, દીક્ષા અંગીકાર કરી. બીજા બંને રાજ્ય વ્યવસ્થિત કરીને ચક્રપુર ગયા. ક્રમે કરીને રત્નશિખ વિદ્યાધર–શ્રેણીને રાજા થયો. સૂરવેગે મામાને વૃત્તાન્ત જા, જેથી ઉગ્ર વૈરાગ્ય પામીને ભાઈઓએ રોકવા છતાં મેક્ષમાગના કારણ રૂપ ચારિત્ર અંગીકાર કર્યું. હવે આગળ આગળ સુખ-પરંપરા વધતી જાય છે, એવા પ્રકારની પિતાની કુશલ અવસ્થા દેખીને પિતાના આત્માને સંપૂર્ણ માનતા રત્નશિખ રાજાએ પિતાના સમગ્ર કુટુંબ અને નેહીવર્ગને સુખી કર્યા. જિનેશ્વર, ગણધરો અને કેવલીઓને વંદન કરતે સમગ્ર મનુષ્યલોકમાં સાધુઓ અને ચેત્યાની પ્રભાવના કરતે સમ્યક્ત્વ રત્નનું પાલન કરતો હતે. આ પ્રમાણે અનેક લાખ વર્ષો પસાર કર્યો. હવે કઈક સમયે સાકેત નગરમાં સુયશ નામના તીર્થકર સમવસર્યા છે, તેમ જાણ્યું. એટલે ભક્તિના આવેગથી રોમાંચિત થયેલા દેહવાળો, જેણે ભાલતલ પર હસ્તકમળનો સંપુટ સ્થાપન કરેલ છે, એવો તે વિનયથી નમસ્કાર કરી ભગવંતની સ્તુતિ કરવા લાગ્યા– હે જગતના જીવ પ્રત્યે વાત્સલ્યભાવ રાખનાર! તમો જય પામે. વાયુથી નમેલા નવીન મેઘ સમાન શ્યામ નેત્રવાળા! નયન અને મનના હર્ષને વધારનારા ! લક્ષણોવાળા શ્રમણ ! શ્રમણના મનરૂપ ભ્રમર માટે કમલ સરખા ! શાસ્ત્રોના સાચા ઉત્તમ અર્થ પ્રગટ કરવામાં સમર્થ! ચકવતી સરખા ઉત્તમ પુરુષોએ જેમને મસ્તકોથી નમન કરેલ છે. જેણે મને હર અંગવાળી સ્ત્રી આદિને સંગ દૂર કર્યો છે, યુદ્ધરૂપ વિષયના વિવિધ પ્રકારના સેંકડે ઝેરી રસથી રહિત! જેની ઈષ્યની રચના દૂર થઈ છે, કામદેવ માટે દઢ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy