SearchBrowseAboutContactDonate
Page Preview
Page 601
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૫૮ ] ઉપદેશપદ-અનુવાદ ફલ આપનાર એવા કલ્પવૃક્ષ પાસે નિબુદ્ધિએ તુચ્છ ફલની માગણી કરી અને દુઃખી થયે, તેમ ધર્મથી પરાભુખ લકે પણ દુઃખી થાય છે.” આ પ્રમાણે કર્ણને પવિત્ર કરનાર જિનેશ્વરે કહેલ વચન શ્રવણ કરીને તરત જ લલિતાંગ રાજા ભવ-નિવાસથી વૈરાગ્ય પામ્યા. પુત્રને રાજ્ય પર સ્થાપન કરીને તીર્થકર ભગવંત પાસે ઉન્માદયન્તી સહિત મહાવિભૂતિથી ચારિત્ર અંગીકાર કરી સંયમ–પર્વતના શિખર પર આરૂઢ થયો. ચારિત્રમાં પણ દુષ્કર તપ કરીને છેલ્લી મરણસમાધિની આરાધના કરીને બંને ઈશાન દેવલોકમાં દેવપણું પામ્યા. ઉદાર ભેગો લાંબા કાળ સુધી ભોગવીને ત્યાંથી ચ્યવીને ધાતકીખંડના પૂર્વ વિદેહમાં રત્નાવતી પુરીમાં રત્નનાથ રાજાની કમલાવતી નામની રાણીની કુક્ષિમાં ચંદ્રપાનના સ્વપ્રથી સૂચિત આ ઉત્પન્ન થયો. નવ મહિના પૂર્ણ થયા, એટલે પુણ્યના નિધાન સમાન, લોકનાં નેત્રોને, કમળાને જેમ સૂર્ય વિકસિત કરે, તેમ આનંદ પમાડનાર પુત્રપણે જન્મ થયો. તે સમયે પિતાની સેના દેવસેના જેવી હતી. તેથી તે પુત્રનું દેવસેન” નામ પાડયું. અનુક્રમે યોગ્ય વય પામ્યા, ત્યારે સર્વ કળાઓ ભણાવી. નગરના શ્રેષ્ઠ દરવાજાની ભુંગળ સમાન બાહયુગલવાળે તે કામદેવના નિવાસ-નગર સમાન તારુણ્ય પાપે. પેલી ઉન્માદયન્તીને જીવ તો તાત્ય પર્વતની ઉત્તરશ્રેણિમાં મણિકુંડલ નામના નગરમાં મણિપતિ રાજાની મણિમાલિકા નામની ભાર્યા વિષે ચંદ્રકાન્તા નામની પુત્રીપણે ઉત્પન્ન થયા. તરુણ લોકનાં નેત્રોને ઉન્માદના કારણભૂત યૌવન પામી. તે પિતાના શરદના ચંદ્રસમાન નિર્મલ ચરિત્રથી લોકોમાં ખેચરો અને ભૂમિચર મનુ ખ્યોને સલાહનું સ્થાન પામ્યો છે. કોઈ રૂપવાન મને હર પુરુષને દેખે, તો પણ તે કુમારિકાને રાગ ઉત્પન્ન થતો નથી, તેથી માતા-પિતાનું મન આકુળ-વ્યાકુળ થયું. કારણ કે, યૌવનવંતી નારીઓને ભર્તારને સ્વાધીન કરવામાં આવે, તે તે લોકમાં સૌભાગ્યપણું પામે છે, નહિતર નહિં. માટે હવે શું કરવું? આ પ્રમાણે તેઓ ચિંતાતુર રહેલા હતા, તેટલામાં ક્યાંયથી પણ લેકમુખે એમ સાંભળવામાં આવ્યું કે, દેવસેનને યશવાદ સર્વત્ર ગવાય છે. તે સાંભળતાં જ તેના પૂર્વભવના સ્નેહગે ચંદ્રોદય-સમયે જેમ ક્ષીરસમુદ્ર ઉછળે, તેમ તેને પણ તેના વિષે રાગ ઉત્પન્ન થયો. ત્યાર પછી પોતાના શરીરની લગાર પણ સાર-સંભાળ કરતી નથી. પુષ્પ, ચંદન વગેરે ઉત્તમ પદાર્થોના પરિભેગને ત્યાગ કર્યો. અત્યંત શૂન્ય મનવાળી સમગ્ર દિશામુખનું અવલોકન કરતી, જવરથી વિરહિત હોવા છતાં પણ કાયમ ભજન કે પાણીની અભિલાષા કરતી નથી. (૨૦૦) હિમ પડવાથી કરમાઈ ગયેલ નલિન સમાન દેહવાળી એવી તેના વક્ષસ્થળમાં તરતનાં પડેલાં નયનાથુજળ સુકાઈ જતાં હતાં અને અંદર રહેલા કામતાપનું સૂચન કરતાં હતાં. તેના મુખમાં કમલની શંકાથી ભ્રમર-પંક્તિઓ આવીને પડતી હતી. તેને વિરહાગ્નિના ધૂમ સમાન નિસાસાથી તે રોકતી હતી. મારા બિંબની શોભા આના મુખે ચોરી છે, એ કારણે રોષ પામેલે ચંદ્ર અમૃત-સમાન કિરણવાળો હોવા છતાં તેના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy