SearchBrowseAboutContactDonate
Page Preview
Page 575
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૩૨ ] ઉપદેશપદ-અનુવાદ અર્થાત્ કેવલ જીવના લક્ષણ-વિવેકવાળી, જ્ઞાનવાળી અવસ્થારૂપ મનુષ્યપણું પ્રાપ્ત કર્યું. આ સાંભળીને રાજાને ઘણે આનંદ થયે કે- આ મહાત્માનું માધ્યશ્ય મહાન છે.” આ પ્રમાણે સમજાવવાથી જૈનદર્શનની પ્રશંસારૂપ ઘણી પ્રભાવના થઈ. ત્યાર પછી શાસનનું ગૌરવ વધાર્યું. દર્શન વિષયક રાજાની ભક્તિએ પિતાના આત્મક્ષેત્રમાં સમ્યફત્વ-બીજનું રોપણ કર્યું. આ પ્રમાણે આગળ કહી ગયા તેમ ગીતાર્થ આચાર્યની જેમ જ્ઞાની ગીતાર્થ ગુરુઓ મોટા ભાગે હિત જ કરે. કહી ગયા તેવા આચાર્ય–સમાન લોક નિપુણ હોય છે, તે શ્રુત-ચારિત્રધર્મની આરાધના લક્ષણ ધર્મમાં બુદ્ધિશાળી પુરુષે નિર્ણયના હેતુરૂપ પ્રમાણ નકકી કરવું જોઈએ. આ કારણે અગીતાર્થને પ્રમાણભૂત ગણવાથી અનર્થ થાય છે, તે કારણથી તેના સમાન આકાર ધારણ કરનાર એવા બાકીના બીજા ગીતાર્થને તેના સરખા ન ગણવા. સમાન આકાર હોવા છતાં પણ પરસ્પર ચિત્રશકિતઓના કારણે બંને જુદા પડી જાય છે. (૮૯૯ થી ૯૦૮). જે આ પ્રમાણે છે, તો ઘણે અ૫લક પ્રમાણભૂત ગણાશે અને એમ અ૮૫ લોકો ધર્મ ગ્રહણ કરનારા હોય, તો ધર્મની અતિશય પ્રભાવના, ગ્રાહ્યતા ન થાય-એમ મનમાં વિચારનારા ભવ્યાત્માઓને હિતશિક્ષા આપતા કહે છે કે ૯૦૯–ગતાનુગતિક રૂપ ઘણું લોકે જેમાં પ્રવૃત્તિ કરતા હોય, લોકરૂઢિથી ઉતરી આવેલ હોય, તેવા ધર્મને ઇરછતા હોય, તે ધર્મ-ચિંતામાં લૌકિક ધર્મ ગણાય છે. લોકમાં રૂઢ થઈને જે પ્રવર્તતો હોય, તેવો. જેમ કે, હિમના માર્ગમાં ચાલવું, અગ્નિમાં પ્રવેશ કરવો, પર્વતશિખર પર ચડી ત્યાંથી નીચે ભુક્કો માર ઈત્યાદિ રૂઢ ધર્મનો ત્યાગ ન કરે. કારણ કે, આ આચાર કરનારાઓની સંખ્યા લાખો અને ક્રેડોની દેખાય છે. (૯૦૯) ૯૧૦–મોટી સંખ્યા જેમાં હોય, તે કારણે ધર્મ પ્રમાણભૂત ગણાતો નથી, પરંતુ જે અનુષ્ઠાન સર્વજ્ઞના વચનાનુસાર પ્રમાણભૂત થયેલું હોય, તે જ ધર્માનુષ્ઠાન મોક્ષના અભિલાષી એવા ઉત્તમ પુરુષે સેવન કરવા લાયક ગણાય. ધર્મ કરવામાં સ્વમતિક૯૫ના પ્રમાણે વર્તનારા લોકોએ પ્રમાણભૂત ગણેલે હેય એથી, ઘણી સંખ્યાના લોકો હોય તેથી કશે લાભ થતો નથી. કલ્યાણાર્થી લોક-મેક્ષના અર્થી જનો ઘણું હતા જ નથી. (૯૧૦) તે જ વિચારાય છે– ૯૧૧–ઘી, તેલ, ધન, ધાન્યાદિકને વેપાર કરનાર લોકમાં પદમાગ, પુષ્પરાગ વગેરે રત્નના વેપાર કરનારાઓ માત્ર ગણતરીના જ હોય છે. તેના વેચનારાઓ પણ ઘણું જ અલ્પ સંખ્યામાં હોય છે. એ જ પ્રમાણે શુદ્ધધર્મ-રત્નના ખરીદ કરનારા નિર્વાણ- મોક્ષના અવધ્ય કારણરૂપ સમ્યદર્શનાદિ શુદ્ધધર્મ-રત્નાર્થીઓ, તેમ જ તેવા ધર્મરત્નને આપનારા ગુરુઓ જેઓ સ્વભાવથી જ ચારે ગતિથી ઉદ્વેગ પામેલા હોય, જેમણે આગમનું રહસ્ય જાણેલું હોય. આ કારણે તેને મોક્ષમાર્ગમાં જ હંમેશા તત્પર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy