SearchBrowseAboutContactDonate
Page Preview
Page 459
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૬ ] ઉપદેશપદ-અનુવાદ આદિ કષ્ટકારી તનુષ્ઠાન આરંભ્યા. તે સ્થવિર ભગવંત સપરિવાર અનેક નગરોમાં વિહાર કરતા કરતા તે તરફ આવ્યા છે, જે દેશમાં ભગવંત અરિષ્ટનેમિ વિહાર કરતા હતા. એટલે કે સૌરાષ્ટ્રમાં આવ્યા. પાંચે પાંડવો વિચારતા હતા કે, કઈ પ્રકારે નેમિનાથજીને વંદન થાય, તે આપણે કૃતકૃત્ય બનીએ અને જન્મની સફળતા પામીએ. જ્યારે સૌરાષ્ટ્ર તરફ સ્થવિર વિહાર કરતા હતા, ત્યારે ભગવંતને વંદન કરવાના અપૂર્વ ચિત્તવાળા પાંચે પાંડ હતિક૯૫ (હાથ૫) નગરના સહસાગ્ર નામના ઉદ્યાનમાં સ્થિરતા કરી. માસક્ષમણના પારણાના દિવસે ત્રીજી પિરિસીમાં નગરની અંદર ભિક્ષા માટે ભ્રમણ કરતા હતા, ત્યારે નાના ચારે પાંડના કાનમાં સાંભળવામાં આવ્યું કે, “રેવતપર્વત ઉપર આજ રાત્રે નેમીશ્વર ભગવંત નિર્વાણ પામ્યા.” તરત જ તે ચારે પાછા ફર્યા અને ત્યાં આવ્યા છે, જ્યાં યુધિષ્ઠિર મુનિ હતા. તેઓએ નિર્ણય કર્યો કે, હવે જીવન-પર્યત ભેજન–પાણીને ત્યાગ કરવો. ભાવના ભાવવા લાગ્યા કે-કર્મની ચેષ્ટાઓ વિષમ છે કે, “ આપણુ આવા પરાક્રમના પ્રયત્ન હોવા છતાં ભગવંતનાં દર્શન કરવાના આપણું મનેરો ફળીભૂત ન થયા. હવે જિનેશ્વરના વિરહરૂપી ભયંકર અગ્નિથી દાઝેલા એવા આપણને જીવિતનું શું પ્રયોજન છે? માટે હવે “શત્રુંજય’ ઉપર જઈને અનશન કરવું. ત્યાં જઈને બે મહિનાની સંલેખના કરી. ઉત્તમ જ્ઞાનદર્શન-કેવલજ્ઞાન-દર્શન ઉત્પન્ન કરીને સિદ્ધિગતિ પામ્યા. દ્રૌપદી સાધ્વી પણ સામાન્ય યિકાદિ અગિયારે અંગો ભણીને છેવટે માસક્ષપણુનું અનશન કરી કાલધર્મ પામી. દસ સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિવાળા બ્રહ્મદેવલોકમાં ઉત્પન્ન થઈ, ત્યાંથી વીને મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધિ પામશે. અહિં પ્રસંગોપાત્ત નાગશ્રી અને ધર્મ રૂચિનું જન્માંતરો સહિત ચરિત્ર જણાવ્યું. (૩૪૪) ધમચિ -કથાનક પ્રસંગ સમાપ્ત. (૬૪૮ મૂ. ગા.) મને ગુપ્તિ વિષયક ઉદાહરણ ૬૪૯–મને ગુપ્તિ સંબંધી ઉદાહરણની વક્તવ્યતામાં કેઈક સાધુ ધર્મધ્યાન અથવા શુફલધ્યાન રૂપ શુભ ધ્યાનમાં સજજડ એકાગ્ર મનવાળા હતા. કોઈક વખતે ઈન્કે તેમની પ્રશંસા કરી. તે વાતમાં શ્રદ્ધા ન કરનાર એક દેવ ત્યાં આવ્યું. કાયસંગમાં રહેલા તે સાધુને દેવે દેખ્યા. દેવે સાધુના માતા-પિતા વિકુવને કારુણ્ય પ્રદશિત કરનારા અનેક વિલાપ કર્યા. “હે પુત્ર! તારા વગર અમે જીવી શકવાના નથી, માટે તું વચન માત્રથી અમને બોલાવ, અમારા ઉપર કૃપાવાળો થા.” જ્યારે માતાપિતાના કરુણ વચનથી ક્ષોભિત થયો નહિં, એટલે દેવે બીજા પુરુષ સાથે સ્નેહ કરતી, સમગ્ર શરીરે આભૂષણથી અલંકૃત બનેલી, વળી તે સાધુની અભિલાષા કરતી અત્યંત પતિનેહ પ્રદર્શિત કરતી તેની ભાર્યા વિમુર્થી. તે પણ મુનિ ક્ષોભ ન પામ્યા અને મને ગુપ્તિથી ચલાયમાન ન થયા, ત્યાર પછી દેવે પોતાનું સ્વાભાવિક રૂપ વિકુવ્યું અને મુનિને વંદના કરી. “તમોએ તમારો જન્મ સફળ કર્યો, આપને આચાર બરાબર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy