SearchBrowseAboutContactDonate
Page Preview
Page 443
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૦ ] ઉપદેશપદ-અનુવાદ ક્રમાનુસાર શીલયુક્ત, સુકુમાલ હસ્તપાદવાળી, સર્વાગે સંપૂર્ણ, મનોહર લાવણ્યવાળી પ્રિયાઓ સાથે વિષયસુખ ભોગવતા દિવસે પસાર કરતા હતા. એક વખત તે ત્રણે બંધુઓ એકઠા મળેલા હતા, ત્યારે તેવા પ્રકારનો વાર્તાલાપ ચાલ્યો કે, “ આપણી પાસે સાતમા વંશપુરુષ સુધી ચાલે, તેટલી ભેગવવાની, આપવાની અને વહેંચણી કરવા લાયક અતિવિશાળ પ્રમાણમાં લક્ષ્મી છે, તે હવે આપણે ત્રણે ઘરમાં વારા ફરતા કમપૂર્વક એકઠા થઈને સાથે ભોજન કરવું એગ્ય છે, તે બંધુભાવનું ફળ મેળવેલું ગણાય. કારણ કે, શાસ્ત્રમાં મુનીશ્વરોએ કહેલું છે કે-સાથે ભેજન કરવું, સાથે બેસી વાતચિત કરવી, સાથે પ્રશ્નો કરવા, સમાગમ કરે. આ જ્ઞાતિકાર્યો કદાપિ ઉલ્લંઘન ન કરવાં.” એકબીજાઓએ આ વાત માન્ય રાખી અને દરરોજ તે પ્રમાણે ભોજન કરવા લાગ્યા-એમ વિશ્વાસથી દરેક વતે છે. કોઈક સમયે ત્યાં સૂર્ય સમાન સમગ્ર ભવ્ય જીવોરૂપી કમળોને પ્રતિબંધ કરતા નવીન મેઘ સમાન ગંભીર ઘોષવાળા, ઘણા પરિવારવાળા, બહુશ્રુતના જાણકાર, દુષ્કર ચારિત્ર પાળનારા ગુરુજી વિહાર કરતા કરતા અનુક્રમે ચંપાનગરીએ પધાર્યા. ઈશાનકેણમાં રહેલા રમ્ય ઉત્તમ ભૂમિભાગના ઉદ્યાનમાં શાસ્ત્રમાં કહેલી વિધિથી સ્થિરતા કરી. તેમને વંદન કરવા માટે ધર્માનુરાગથી રંગાએલો નગરજન હર્ષપૂર્વક ક્ષોભાયમાન સમુદ્ર-કલેલ સર ટોળે ટોળા વળીને બહાર આવવા લાગ્યો. કાનને અમૃત સમાન મનહર શબ્દથી બેલતા, સ્વ શાસ્ત્ર અને પરમતના શાસ્ત્રોના જાણકાર એવા ગુરુએ કહેલો ધર્મ આ પ્રમાણે સાંભળ્યો કે-“હે ભવ્યો ! ક્ષણવાર મનને સમાધિમાં સ્થાપન કરીને નિષ્પાપ કહેવાતા થડા ઉપદેશને તમે સાંભળો. દુર્લભ મનુષ્યપણું, તેમ જ આયક્ષેત્ર, તથા નિર્મલ કુલ, જાતિ, નિરોગતા, સુંદર રૂપ વગેરે દુર્લભ સામગ્રી મેળવીને વળી તેમાં મોટાહમાં રહેલા કાચબાએ જેમ સંપૂર્ણ શરદઋતુના ચંદ્રમંડળને દેખવું, તે જેટલું દુર્લભ છે, તેમ અનેક પ્રકારે ધર્મની આરાધના કર્યા વગર આ જિનધર્મ પણ જીવને મળવો દુષ્કર છે. કદાચ કઈક પ્રમાદી જીવને આ ધર્મની પ્રાપ્તિ થઈ જાય, પરંતુ પાત્રતા વગર સમુદ્રમાં ચિંતામણિરત્નની જેમ તે ભવ હારી જાય છે. તો આ મનુષ્યત્વાદિ સામગ્રીઓ મેળવીને, પ્રમાદ છોડીને ચતુર પુરુષે આની સ્થિરતા માટે આગળ કહીશું, તેવા અનુષ્ઠાનેનું સેવન કરવું જોઈએ. જિનશાસન અને તેના અંગો પ્રત્યે અનુરાગ, નિરંતર સુસાધુના સમાગમને અત્યાગ, સમ્યક્ત્વ અને શ્રતને અભ્યાસ, ભવન નિર્વેદ, ભાવનાઓ ભાવવી, આ ઉલ્લાસ પૂર્વક આરાધવા. મારવાડ પ્રદેશમાં રણમાં મુસાફરી કરતાં ક૯પવૃક્ષની પ્રાપ્તિ થવા માફક, સમુદ્રજળમાં પડેલાને અણધાર્યા વહાણની પ્રાપ્તિ થવાની જેમ, લાંબા કાળથી દરિદ્રતાથી પરાભવ પામેલાને ચિંતામણિરત્ન પ્રાપ્ત થાય અને જે ઉલ્લાસ થાય, તેનાથી અધિક ઉલ્લાસ જિનશાસનના અનુરાગ આદિ પ્રાપ્ત થવામાં થ જોઈએ. હે જીવ! અત્યારે તે સર્વજ્ઞ ભગવંતે કહેલો ધર્મ કઈ પ્રકારે પ્રાપ્ત કર્યો છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy