SearchBrowseAboutContactDonate
Page Preview
Page 398
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મોપદેશ, ગુરુ [ ૩૫૫ ચિંતામણિ, ઈચ્છા પ્રમાણે કામeોગો આપનાર કામધેનુઓ પણ ઘણી મેળવી, કિંમતી નિધાને, દિવ્ય ઔષધિઓ પણ અનેક વખત આ જીવે જન્માંતરોમાં મેળવી, પરંતુ સમ્યગ જ્ઞાનરૂપ જળના સમુદ્ર સરખા ગંભીર અખૂટ જ્ઞાનવાળા, શુદ્ધ આચાર પાળવામાં તત્પર, સુંદર દેશના આપનારા, હંમેશાં આક્રેશ અને રોષ વગરના એવા ગુરુ સહેલાઈથી મેળવી શકાતા નથી. વળી જેઓ ગોશીષ ચંદન-સમાન સુગંધથી ભરેલા શીલ વડે આત્મરમણતાના આલય સમાન છે, શીલના વિલાસગૃહ સરખા, કામશત્રુના પ્રસાર વગરના કામને જિતનારા છે, જેણે આગમને શુદ્ધપણે જાણેલા છે-એવા સાધુઓ અને સમાન ધર્મવાળા શ્રાવકોનો સમાગમ છોડશે નહિં. કારણ કે, તે આપણા દેષરૂપ ઝેરને ઉતારનાર ઔષધ સમાન છે. વિષધરના વિષને ઉતારનાર એવા માણિકયસ્થાન સમાન સાધુસમાગમને પ્રભાવ છે. સાધુ સમાગમને આનંદ મનમાં થાય છે, તેની આગળ ભૂપાલપદ-પ્રાપ્તિને, રેગ-નાશનો આનંદ કશા વિસાતમાં નથી. નથી દેવાલયમાં તે આનંદ, નથી ચિંતામણિરત્નની પ્રાપ્તિમાં, નથી ક૯પવૃક્ષની પ્રસન્નતામાં, તે આનંદ કે જે ભવ-સમુદ્રથી કંટાળેલા હોય, જેઓ અતિશય મોક્ષની અભિલાષાવાળા હોય અને જેમનામાં આશ્ચર્યભૂત તપ અને સંયમના ગુણ હોય, એવા સજજન ગુરુમહારાજને દેખવાથી મન જે પ્રકારે પ્રસન્ન થાય છે, તેની તુલના કેઈ આનંદ સાથે કરી શકાતી નથી. જેમણે સમ્યગ પ્રકારે આગમના અર્થો જાણ્યા નથી, સંવિજ્ઞ માગને અનુસરનારા ગુરુકુળવાસમાં રહી ગુરુકુળવાસ સેવ્યા નથી, તેમજ સ્વભાવવશ પ્રશમભાવ હજુ જેણે ઉત્પન્ન કર્યો નથી, તેવા મૂઢમનવાળા અચેની દેશના ગુણરહિત દેશના દવાગ્નિથી બળેલા મહાઅરણ્યની જેમ દૂરથી ત્યાગ કરવા લાયક છે. શસ્ત્ર તેટલું અહિં અનર્થ કરનાર થતું નથી. વિષ, શાકિની, ભૂતનો વળગાડ, દુરાકુલ દુષ્કાળ, જવાલાઓથી ભયંકર અગ્નિ આ પદાર્થો તેટલા અનર્થ કરનારા થતા નથી, જેટલા જગતની અંદર મિથ્યાદષ્ટિ કુમતિ લેક વડે જિનભાષિત સિદ્ધાંતને અન્યથા-વિરુદ્ધપણે દેશના દ્વારા સમજાવીને અહિં અનર્થ ઉત્પન્ન કરનારા થાય છે. સજજડ ગાઢ અંધકાર-સમૂહને દૂર કરનાર, તેજસ્વી દીપક સમાન આ ધર્મોપદેશ સમજો, અતિ આકરી મહાવ્યાધિને મટાડનાર આ દિવ્ય ઔષધિ સમાન આ ધર્મોપદેશ જાણો. મોક્ષસુખરૂપ ભવનમાં ચડવાની શ્રેણીની નીસરણી સમાન આ ધર્મોપદેશ માન. હે ભવ્યજનો! આ ધર્મોપદેશ મનમાંથી લગાર પણ દૂર ન કરો.” ઘણું છે તથા વ્યંતરદેવી, દેવદત્તા ગણિકા, ધાવમાતા પંડિતા વગેરે પ્રતિબંધ પામ્યા-એ પ્રમાણે તેણે કલ્યાણ સાધ્યું. કેવલી ભગવંત વિહાર કરી ગયા. અનુક્રમે સર્વ કર્મનો ક્ષય કરીને કલ્યાણકારી અચલ, રોગરહિત, અભય એવું મોક્ષસ્થાન પ્રાપ્ત કર્યું. આ પ્રમાણે જેઓને વ્રત પાલન કરવાની સુંદર પરિણતિ થાય છે, તેવા ભવ્યાત્માઓને આ કથા કલ્યાણનું કારણ થાય છે, તેમ જ પોતાને અને બીજાને રત્નાહારની ઉજજવલ શોભા સરખી શાસનની શોભા થાઓ. (૧૬૦) હવે પાંચમું ઉદાહરણ કહે છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy