SearchBrowseAboutContactDonate
Page Preview
Page 396
Loading...
Download File
Download File
Page Text
________________ બીજા સુદર્શન [ ૩૫૩ પર લકે વડે વધાવાતાં પુષ્પોને જલતો રાજભવનમાં પહોંચે. રાજાને વિનંતિ કરી કે-“હે સ્વામિ! હવે મારું મન શ્રમણપણું અંગીકાર કરવાનું થયું છે, તે તે ગ્રહણ કરવાની મને રજા આપ.” દધિવાહન રાજાએ, સમગ્ર બંધુઓ અને નગરલોકેએ તે વાતની અનુમતિ આપી. એટલે તેણે મહાવ્રત અંગીકાર કર્યા. અતિનિષ્ફર હદયવાળી, ખરાબ વર્તનવાળી પેલી અભયા રાણી અતિલજજા પામવાના કારણે હવે પિતાની બીજી કઈ ગતિ નથી” (૧૨૫) તેમ ધારી કેઈ ન જાણે તેવી રીતે ગળે ફાંસો બાંધી ઉબંધનથી મૃત્યુ પામી, કુસુમપુર નગરની બહાર વ્યંતરી બની. પેલી પંડિતા ધાવમાતાને ત્યાંથી કાઢી મૂકી, એટલે તે પણ અહીં આવીને દેવદત્તા નામની ગણિકાના ઘરમાં દાસી થઈ. ત્યાં પિતાને અને તે સુદર્શનને વૃત્તાન્ત કહેવા લાગી કે, અભયા સરખીએ માનપૂર્વક પ્રાર્થના કરી, તે પણ તે ક્ષેભ ન પામ્યો અને વશ ન થયો. તે મહાતમા પણ વિહાર કરતા કરતા તે નગરમાં ગયા. પેલી ધાવમાતાએ ધીમે ધીમે ગોચરી-ભ્રમણ માટે જતા હતા, ત્યારે તેને જોયા. એટલે ગણિકાને કહ્યું કે, “મારી સ્વામિનીનું જેના કારણે મરણ થયું, તે સુદર્શન શ્રેષ્ઠી આ જાય છે.” (૧૩૦) પોતાનાં રૂપ, સૌભાગ્ય આગળ કઈ પદાર્થ અસાધ્ય નથી–એમ જેનારી આ ગણિકાએ કુતૂહળથી તેને લેભ પમાડવા માટે દાસીને કહ્યું કે, “અલિ ! કોઈ પ્રકારે તેવાં તેવાં વચનથી વિશ્વાસ પમાડીને તેને કઈ પ્રકારે મારા ઘરમાં પ્રવેશ કરાવ, જેથી હું તેને જે યેગ્ય હશે, તે કરી લઈશ.” ત્યાર પછી પ્રણામ કરવા પૂર્વક તેણે મુનિને વિનંતિ કરી કે, “આપના ચરણ-કમળના સ્પર્શ કરવા વડે કરી આ ઘરના ઘણા પ્રદેશને આપ પવિત્ર કરો, મુનિજનને ચગ્ય આહાર–પાણી પણ આ૫ ગ્રહણ કરે.” અતિસરળ મનવાળો તે કુટિલ સ્ત્રીઓનાં મનને ન ઓળખતે તેના ઘરમાં પહોંચ્યો. ત્યાર પછી તેણે મુખ્યદ્વાર બંધ કર્યું અને જ્યાં અનેક ચિત્રામણો આલેખ્યાં હતાં, ત્યાં સુધી દોરીને લઈ ગઈ. ગણિકાએ કહ્યું કે, “હે સૌભાગી ! આવી નાની વયમાં વ્રત શા માટે અંગીકાર કર્યા ? કૃપા કરો અને આ મંદિરમાં રહે અને મનોહર વિષયે ભેગવો, મારું તમારું અનુરૂપ યૌવન સફળ કરે, મારા સ્નેહનો ભંગ ન કરશે. આ જન્મનું આ સિવાય બીજું કઈ ઉત્તમફલ નથી. અનર્ગલ રતિસુખ આપનાર, પ્રૌઢ પ્રેમ રાખનાર, દેવાંગના સમાન હું તમને પ્રાર્થના કરું છું, તે તે કેમ માન્ય કરતા નથી? પ્રત્યક્ષ મળેલા-દેખેલા પદાર્થનો ત્યાગ કરીને પછી ખેદ પામશે, આ કરતાં પરલોકમાં શું વધારે મેળવવાનું છે? વિલાસ કરતા-ઝુલતા હારવાળી સર્વ મનવાંછિત પદાર્થ કરનારી એવી મને છોડી દેતાં તમને લજજા કેમ આવતી નથી ? વળી ચાહે તેવાં દુષ્કરકારક વ્રતનું સેવન કરવામાં આવે, પરંતુ તેનું છેવટનું ફલ તે આ જ પ્રાપ્ત થવાનું છે ને ? પરલોકની પ્રાર્થનાનું અનુસ્મરણ કરનાર અહિં આત્માને કર્યો સમજુ કર્થના પમાડે ? આ વયમાં મારા ચિંતવેલા વિષય ભેગવ્યા પછીની પાછલી વયમાં આપણે બંને દુર્ગતિ-નિવારણ કરનાર એવા ઉતપ અને ચારિત્ર સેવનારા થઈશું.’ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy