SearchBrowseAboutContactDonate
Page Preview
Page 380
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશ સફલા [ ૩૩૭ પધાર્યા. ત્યારે લેકએ તેના સંબંધી પ્રશ્ન કર્યો. કેવલીએ તે વૃત્તાન્ત કહ્યો. બાકીની. રાણીઓને સાંભળીને વૈરાગ્ય થયો કે-“અહો ! આ ઈર્ષ્યા દુરંત છે કે, આટલો ધર્મ કરનારી હોવા છતાં આ કૂતરી થઈ!” ત્યાર પછી બાકીની દેવીએ તે કૂતરીને દેખવા લાગી. કૂતરીને પિલી દેવીઓ ઉપર સ્નેહ પ્રગટ થયા. દેવીઓએ ધૂપ, પુષ્પાદિકથી અનુરૂપ તેની પૂજા કરી. પૂર્વભવનું તેને સમરણ થયું. તેને બધિ પ્રાપ્તિ થઈ. પલીઓએ તેને ખમાવી. શાન્ત બની, તેને આરાધના કરાવી. (૪૫ થી ૪૯૭) કુંતલાદેવીનું ઉદાહરણ સમાપ્ત. હવે ઉપસંહાર કરતા કહે છે – ૪૯૮-ક્ષપણાદિ ઉદાહરણાનુસારે દુઃખસ્વરૂપ, કષાયસ્વરૂપ, દુઃખફલ, શારીરિક માનસિક આધિ, ઉપાધિની પરંપરાવાળા, કષાયની મલિનતાવાળા આ સંકલેશે છે. આ કારણે આજ્ઞાના સમ્યગૂ પ્રગ પૂર્વક–જિનાજ્ઞા પ્રમાણે મન, વચન અને કાયાના યોગની પ્રવૃત્તિ કરી હંમેશ માટે આવા ફલેશન સર્વથા ત્યાગ કરવો. (૪૯૮) જે જીને વિષે દેવાતે ઉપદેશ સફલ થાય, તે પ્રતિપક્ષ-સહિત કહે છે – सफलो एसुवएसो, गुणठाणारंभगाण भव्वाणं । परिपडमाणाण तहा, पायं न उ तट्ठियाणं पि ॥४९९॥ - ૪૯ –સમ્યગદષ્ટિ આદિ ગુણસ્થાનકે જેના આત્મામાં પ્રવર્તતાં હોય, ગુણસ્થાન આરંભેલા હોય, તેવા ભવ્યાત્માઓને આ સંકુલેશને ત્યાગ કરવારૂપ આપેલ ઉપદેશ, તે સફલ થાય છે. વિવક્ષિત ગુણસ્થાનને ગ્ય પ્રાપ્ત કરેલા સંપૂર્ણ ભાવવાળા જીએ જે તેવા પ્રકારના ફિલષ્ટ કર્મોદયથી તે તે ગુણસ્થાનકરૂપી મહેલના શિખર ઉપરથી નીચે પડવાનો પ્રારંભ કરેલ હોય, તે તેવા આત્માને પ્રાયઃ આ ઉપદેશ સફલ થાય છે. પ્રાયઃ એટલા માટે જણાવ્યું છે કે, નિકાચિત કર્મના ઉદયવાળા હોય અને તેઓએ પતન પામવાનું આરંભેલું હોય, તેને જે ઉપદેશ આપવામાં આવે, તે નિષ્ફલ થાય છે. પરંતુ જેઓ સોપકમ કર્મવાળા હોય, તેઓને આ ઉપદેશ સફળ થાય છે. પરંતુ જેઓ સર્વ પ્રકારે ગુણસ્થાનકમાં રહેલા હોય, તેઓ પ્રત્યે ઉપદેશ સફલ ન થાય. (૪૯) એ ઉપદેશ આશ્રીને કહે છે – - ૫૦૦–આ ઉપદેશ તે સહકારી કારણ જ છે, પિતપતાની ચેગ્યતાનુસાર ગુણસ્થાનકને આરંભ કરનાર, તેમજ સ્થિરતા કરી શકે તેવા ગુણ થાનકથી પડતા આત્માઓ માટે. તે માટે દષ્ટાંત આપે છે કે-કુંભાર ચકભ્રમણ કરવામાં જેમ દંડને ઉપગ કરે છે તેમ. તે આ પ્રમાણે–ભ્રમણ શરુ ન થયું હોય તો દંડથી ચકભ્રમણ કરાય છે, આરંભેલું ભ્રમણ તેનો વેગ ઘટી ગયેલ હોય, તે વેગ વધારવા દંડનો ઉપયોગ કરાય છે.–એ પ્રમાણે ઉપદેશ આપવામાં વિચારવું. બ્રમણ ચાલુ હોય અને મંદભ્રમણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy