SearchBrowseAboutContactDonate
Page Preview
Page 371
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૮ ] ઉપદેશપદ-અનુવાદ પરંતુ ગુણવાન પ્રત્યે બહુમાન-ભક્તિ-વિનયાદિકનો અભાવ હોવાથી મોક્ષફળની અપક્ષાએ ઘણું નજીવું વસુધારા વગેરેનું અલ્પ દાન-ફલ મળ્યું, પરંતુ નિર્વાણફલ ન મળ્યું. તીર્થકર સરખા શ્રેષ્ઠ પાત્ર અને તેમાં ચાર માસના ઉપવાસનું પારણું, તેમના દાનનું ફળ સર્વોત્કૃષ્ટ હોય, છતાં માત્ર વસુધારા-વૃષ્ટિ પૂરતું સામાન્ય ફળ મેળવ્યું. (૪૫૬) અભિગ્રહ સંબંધી બીજું માહાતમ્ય પણ કહે છે – ૪૫૭–જાણીબુજીને નિર્દય પરિણુમ પૂર્વક તકાલનું તાજું કરેલું પાપજેવું કે, ઋષિઘાત વગેરે અશુભ પાપકર્મ, સમ્યગપણે કરેલા અભિગ્રહોનું પરિપાલન કરવાથી ક્ષય પામે છે, તે પછી જુનાં પાપકર્મો તે જરૂર અભિગ્રહ-પાલન કરવાથી ક્ષય પામે છે. એટલું જ નહિ, પરંતુ અભિગ્રહના શુભ સતત પરિણામથી પુણ્યકર્મ પણ નવાં નવાં બંધાય છે. આ વિષયમાં યમુન રાજાનું દષ્ટાંત જાણવું. (૪૫) આઠ ગાથાથી તેને સંગ્રહ કરતા કહે છે – યમુનરાજાનું દષ્ટાંત ૪૫૮ થી ૪૬૫–જે નગરીના મધ્યભાગમાં દેવતાઓએ રનમય શિખરોથી યુક્ત જિનેશ્વર ભગવંતના સ્તૂપોનું નિર્માણ કરેલ છે અને જેને પ્રભાવ સર્વ દિશા-મંડલમાં પ્રસરેલો છે, એવા “મથુરા” નામના નગરમાં યમુન નામનો રાજા હતો. તે નગરની યમુના નદીના મુખ નજીક દંડ નામના અનગાર આતાપના કરતા હતા. યમુન રાજાએ તે મુનિનો વધ કર્યો. સાધુ કાળ કરી ગયા, ઇન્દ્ર મહારાજાનું ત્યાં આગમન થયું. ત્યાર પછી યમુન રાજાની દીક્ષા થઈ. આ ગાથાને અર્થ વિસ્તારથી સાત ગાથા દ્વારા કહે છે યમુના નદીના કૂર ભાગમાં-કૂપર એટલે બાહુ-હાથ લાંબા હોય અને ખેંચી કાટખૂણાવાળો બનાવીએ, તેવા આકારવાળું. જે સ્થાનમાં ઠંડી, તાપ વગેરે પરિષહ સહન કરતા પિતાના આત્માને પરિશ્રમ પમાડતા પ્રશસ્ત પરિણામવાળા દંડ નામના સાધુ આતાપના લેતા હતા. દરમ્યાન કેઈ વખતે યમુન રાજા નગર બહાર નીકળ્યા, ત્યારે તે સાધુને જોયા, ત્યારે વગર કારણે રાજાના કિલણ પાપના ઉદયથી તે સાધુ ઉપર તેને કોપ થયે. “આ લોક કે પરલોકમાં પાપનાં ફળ મારે ભેગવવાં પડશે”— એ આગળ-પાછળને વિચાર કર્યા વગર તે સાધુના મસ્તકનો છેદ કરી નાખ્યો. બીજા આચાર્યો એમ કહે છે કે-“બીજેરાના ફળ આદિ વડે તે રાજાએ તાડના કરી.” ત્યાર પછી રાજસેવક લોકોએ પણ ઢેફાં વગેરે ફેંકી ઇંટાળા-ઢેખાળાનો મોટો ઢગલો ત્યાં કર્યો. સાધુ પણ સહન કરતાં કરતાં સમભાવથી વિચારવા લાગ્યા કે, “મારાં પૂર્વકૃત કમ જ અત્યારે મને ઉદયમાં આવેલાં છે– આમાં કોઈનો અપરાધ નથી.” આવા પ્રકારનું શુક્લધ્યાન સમુલ્લસિત થવાથી તેઓ કેવલજ્ઞાન પામ્યા. ત્યાર પછી તરત જ સર્વ કર્મને અંત કર્યો અને અંતકૃત્-કેવળી થઈ સિદ્ધિ પદને પામ્યા. ત્યાર પછી તરત જ ઈન્દ્ર મહારાજા આવ્યા, પુષ્પ, ધૂપાદિકથી તેમના શરીરની પૂજા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy