SearchBrowseAboutContactDonate
Page Preview
Page 367
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૪ ] ઉપદેશપદ-અનુવાદ રહેલા છે, એ જ પ્રમાણે વિવક્ષિત પર્યાયથી અસપણે પણ રહેલા છે, પરંતુ સર્વ પર્યાયની અપેક્ષાએ નહીં. પર્યાવવિશેષની અપેક્ષાએ અસત્ત્વ-વિવક્ષાકાળે પણ ઘટાદિક પદાર્થ ના સવપણાને સ્વીકાર માને છે. જેમ કે, ઘટમાં ઘટવ રહેલું છે, પણ પર્યાયને અભાવ માનેલો છે. એટલે ઘટમાં ઘટવ ધર્મ તથા પટાભાવ ધર્મ એમ ભાવઅભાવ બંને પર્યાયે અને બીજા પણ પર્યાયે રહેલા છે. તે રૂપે પદાર્થને સ્વીકાર કે, પદાર્થનું જ્ઞાન મિથ્યાદષ્ટિને હોતું નથી. આવું હેયાદિક વિભાગ વગરનું જ્ઞાન મિથ્યાદષ્ટિને હોવાથી તે સંસાર વધારવાનું કારણ બને છે. મિથ્યાષ્ટિઓને વિપરીત જ્ઞાનરૂપ પ્રવૃત્તિ હોવાથી કર્મ બંધના કારણરૂપ થાય છે. તથા મિથ્યાષ્ટિ આત્માઓને સર્વ ભાવોને અવધ પિતાની મતિક૯૫ના પ્રમાણે સ્વછંદ હોય છે, પરંતુ સમતિદષ્ટિની જેમ સર્વજ્ઞ-વચનના પારખંથી નથી હોતો. તથા તેને જ્ઞાનનું ફલ વિરતિ છે. –તે હે તું નથી. તે વિરતિ તે જ્ઞાન થાય, તેની શ્રદ્ધા અને તે પાપના પરિહારરૂપ યતના, સંયમ, વિરતિના અમલ સ્વરૂપ છે. મિથ્યાષ્ટિ આત્માને તો વિપરીત બોધના કારણે તેનું જ્ઞાન હણાઈ ગયેલું હોવાથી જ્ઞાનનો જ તેને અભાવ છે. પછી તેને અભ્યપગમ અને યતનાનો સંભવ જ ક્યાં રહ્યો ? પોતાનું કાર્ય ન કરનાર એવા કારણને કારણ પણે પંડિતો માન્યતા આપતા નથી. તેઓ અહિં કહે છે કે-“જે કઈ પદાર્થ ક્રિયા કરનારો હોય, તે જ પરમાર્થથી સત્ પદાર્થ છે.” તેથી કરીને તેવા પ્રકારના જ્ઞાનના ફલનો અભાવ હોવાથી મિથ્યાત્વમોહના ઉદયવાળા મિથ્યાદષ્ટિનું શાસ્ત્રાભ્યાસ આદિથી ઉત્પન્ન થયેલું જ્ઞાન હોય, તે અજ્ઞાન છે. (૪૪૪) ઋા જ હકીકતનું સમર્થન ચાર ગાથાઓથી કરે છે– ૪૪૫-૪૪૬–સ્યાદ્વાદથી વિપરીત રૂપ એકાન્ત નિત્યવાદમાં નિત્ય-“ અપ્રશ્રુત અનુત્પન્ન સ્થિર એકસ્વભાવવાળા” આત્માને સ્વીકારનાર એવા સાંખ્યાદિક બીજા મતવાળાએ સદ અને અસદ બંનેને અવિશેષ-ફરક વગરના સ્વીકારે છે. વિવક્ષિત અવસ્થાના સવકાળમાં દ્રવ્યનું જુદા જુદાપણું માનતા નથી. તેથી જે માટીનો પિંડ છે, તે જ ઘટ છે, તેથી માટીપણાવાળું દ્રવ્ય તે ઉભયાવસ્થાને અનુસરનારું થયું. તલના ફોતરા જેટલા પણ માટીપિડ અને ઘટમાં સ્વરૂપભેદને અભાવ છે. જે તમે કહો છો કે-દ્રવ્ય એકાકારે છે, તેમાં આ વ્યવહાર છે કે-“આ ઘટ છે, આ પિંડ છે.” આ વ્યવહાર અવસ્થાઓના ભેદના કારણે લોકો કરે છે, તો આ પણ યુક્ત નથી. કારણ કે, જે સ્થિર દ્રવ્ય છે, તેમાં કોઈ પ્રકારનો ભેદ તમે સ્વીકારતા નથી. ત્યારે તેના કારણે અવસ્થામાં પણ અભેદ થવું જોઈએ. આ જ ભેદ છે અને આ જ ભેદને હેતુ છે. જે વિરુદ્ધ ધર્મને સંબંધ અને કારણને ભેદ થાય, તે જ ભેદ અને ભેદને હેતુ કહેવાય. અનિત્યવાદમાં જે એકાંત રૂપથી ક્ષણમાં વિનાશવાળો આત્મા થાય, ત્યારે પુરુષ જે દેવભવની પ્રાપ્તિ માટે યોગ્ય પુણ્યકર્મ દ્વારા મૃત્યુ પછી દેવભવને પ્રાપ્ત થાય છે. ત્યારે દેવ પૂર્વકર્તાની અપેક્ષાએ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy