SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૪ ] ઉપદેશપદ-અનુવાદ ૩૭૩–અહિં સ્પર્શ, રસ, પ્રાણ, ચક્ષુ અને શ્રોત્ર એ પાંચ ઈન્દ્રિો અને સ્પર્શ, રસ, ગ, રૂપ, શબ્દ એ તેના વિષયો. ઈદ્રિ સંબંધી જે બેધ તે માત્ર તેનામાં રહેલા ગુણ–દોષનો વિચાર જેમાં ન કરવામાં આવે–એવા પ્રકારનું બાળકની જેમ જે જ્ઞાન થાય, તે વિષય-પ્રતિભાસ માત્ર જ્ઞાન. અક્ષ એટલે ચંદનક અથવા સ્થાપનાજી, પધરાગ રત્ન વચન માત્ર રૂપ જ્ઞાન થાય, બાળકને અક્ષ કે રત્ન હાથમાં આવે, તેને ગ્રહણ કરવા લાયક કે છોડવા લાયક એવું જ્ઞાન થતું નથી, માત્ર દ્રવ્યકૃત યોગરૂપ જ્ઞાન થાય છે. એ જ પ્રમાણે જેમને ગ્રંથિભેદ થયે નથી, તેવા લોકે વિષે જે જ્ઞાન થાય, તે માત્ર શબ્દ અને તેના વિષય પુરતું જ્ઞાન થાય છે. તેમાં ઈહા-અપેહ-વિચારણાશૂન્ય જ્ઞાન થાય છે. કયા વિષયોમાં? તે કે, જીવાદિક તરોમાં. જ્ઞાનનું ફલ જે હેય-ઉપાદેયના વિભાગ વગરનું જે જ્ઞાન તેવું અજ્ઞાન જ થાય છે, પરંતુ તાત્ત્વિક હેયોપાદેય રૂપ જ્ઞાન બાળજીને-ગ્રંથિભેદ કર્યા વગરના આત્માઓને થતું નથી. (૩૭૩) આ જ વાતમાં વ્યતિરેક (નિષેધ) રૂપે કહે છે – ૩૭૪–થિભેદ થાય, એટલે તે તરત જ નિર્મળ વિચારણાના કારણે વિશુદ્ધ તત્વસ્વરૂપ જેણે જાણેલ છે, એવો તે આત્મા નિર્મળ બેધમાં વૃદ્ધિ પામતો જાય છે. તે માટે દષ્ટાંત કહે છે કે, તે જ બાળક જ્યારે સમજણે થાય છે, ત્યારે અક્ષ અને રત્નને તફાવત સમજે છે કે, “આ કિંમતી છે, આ તેટલું કિંમતી નથી.” તેમ ગ્રંથિભેદ પામેલો આત્મા હેય-ઉપાદેયને વિભાગ સમજનારે થાય છે. શંકા કરી કે, ગ્રંથિભેદ કરનાર કેટલાક “માસ તુસ” સરખાને જ્ઞાન–વૃદ્ધિ થતી દેખાતી નથી. તેના સમાધાનમાં કહે છે કે–તેવા પ્રકારના જ્ઞાનાવરણાદિના ઉદયથી જ્ઞાન થતું રેકાય છે, તે પણ “ તે જ સાચું નિઃશંક છે કે, જે જિનેશ્વરે પ્રરૂપ્યું છે.” એવી શ્રદ્ધા કરનારને આદિ શબ્દથી ગીતાર્થની આજ્ઞા પ્રમાણે વર્તન કરનારો હોવાથી તેનું જ્ઞાન અ૯૫ હેય, તે પણ સમ્યગ જ્ઞાન જ છે. કારણ કે, પરિપૂર્ણતા સુધી પહોંચનારું જ્ઞાન છે. જેમ શુક્લપક્ષના બીજને ચંદ્ર ઘણો જ નાનો હોય છે, છતાં તેની ઉજવલતા સુંદર હોય છે, કેમ કરીને તે જ પૂર્ણિમા-ચંદ્રની ઉજજવલતા પૂર્ણપણાને પામે છે. તેમ શ્રદ્ધાળુનું અ૫ જ્ઞાન કેમે કરી કેવલજ્ઞાન સુધી પહોંચનારૂં થાય છે. (૩૭૪) તેની સમ્યગરૂપતા કહે છે– ૩૭૫–પ્રબલ ચારિત્રમેહનીય-ઈન્દ્રિયના અનુકૂળ વિષ ભોગવવા રૂપ મનની રુચિ વગર અપ્રધાન ભાવયુક્ત દ્રવ્યથી સમ્યગ જ્ઞાન છે, પરંતુ તે એકાંતે મોક્ષફલના કારણરૂપે છે. શાથી? જ્ઞાનાવરણાદિ અશુભ પાપપ્રકૃતિઓના ઉત્તરોત્તર વૃદ્ધિરૂપ બંધ અહિં વિચ્છેદ થાય છે. (૩૭૫) અશુભાનુબંધ આશ્રીને કહે છે– ૩૭૬–આ પાપપ્રકૃતિઓને અશુભાનુબંધ સંસારવિષવૃક્ષ-નરકાદિ દુઃખફલનું આદિ કારણ છે અને તે અત્યંત અધમ છે, તે સમ્યજ્ઞાનથી ભવવૃક્ષ વૃદ્ધિ પામતું અટકી જાય છે. સમ્યગજ્ઞાનાગ્નિથી ભાવવૃક્ષનાં મૂળ બળી જાય છે, એટલે ફલદાનની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy